Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > 'નાગિન' ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાની લગ્નના સાત વર્ષ પછી બનશે માતા

'નાગિન' ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાની લગ્નના સાત વર્ષ પછી બનશે માતા

11 October, 2020 12:08 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'નાગિન' ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાની લગ્નના સાત વર્ષ પછી બનશે માતા

અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

અનિતા હસનંદાની પતિ રોહિત રેડ્ડી સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)


વર્ષ 2020 ભલે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ખરાબ સાબિત થયું હોય. પણ અનેક સેલેબ્ઝ માટે આ વર્ષ સારા સમાચાર લઈને આવ્યું છે. આ વર્ષે અનેક સેલેબ્ઝના ઘરે પહેલીવાર કે બીજી વાર પારણું બંધાવવાનું છે. હવે આ યાદીમાં 'નાગિન' ફૅમ અભિનેત્રી અનિતા હસનંદાની (Anita Hassanandani) અને તેના પતિ રોહિત રેડ્ડી (Rohit Reddy)નું પણ નામ જોડાઈ ગયું છે. લગ્નના સાત વર્ષ પછી અનિતા પ્રથમ વાર માતા બનવાની છે. તાજેતરમાં સોશ્યલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને તેને ફૅન્સને ખુશખબરી આપી હતી.

અનિતા હસનંદાની રેડ્ડીએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે અને તેનો પતિ બન્ને ડાંસ કરી રહ્યાં છે. આખા વીડિયોમાં ડેટિંગથી લગ્ન સુધીની સફર દેખાડવામાં આવી છે. અંતમાં અનિતા બેબી બંપ ફ્લોંટ કરે છે અને રોહિત બેબી બંપને કિસ કરે છે. આ વીડિયોના કૅપ્શનમાં અભિનેત્રીએ બે હાર્ટને જોડીને ત્રીજું હાર્ટ બનાવ્યું છે.



 
 
 
View this post on Instagram

❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy

A post shared by Anita H Reddy (@anitahassanandani) onOct 10, 2020 at 5:24am PDT


છેલ્લા ઘણા સમયથી એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, અનિતા હસનંદાની ગર્ભવતી છે. પરંતુ કપલ સતત ઈન્કાર કરતું હતું. રોહિત રેડ્ડીએ થોડાક સમય પહેલા એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં અનીતાને જોઈને લોકોએ તે પ્રેગ્નેન્ટ હોવાની અટકળો કરી હતી. અનીતાએ ઢીલા કપડાં પહેર્યા હતા અને તેનું વજન પણ વધી ગયેલું જણાતું હતું. જોકે ત્યારે કપલે ચુપકીદી સાધી હતી.


આ પહેલા પણ થોડોક વખત પહેલા અનિતા હસનંદાની પતિ રોહિત સાથેની એક તસવીર પોસ્ટ કરી હતી. જેના કૅપ્શનમાં લખ્યું હતું કે, “વર્ષ 2021 તરફ જોઈ રહી છું. સુપર એક્સાઈટેડ.” અનીતાના આ કેપ્શન જોઈને પ્રશંસકો તેને અભિનંદન આપવા લાગ્યા હતા પરંતુ રોહિતે આ વાતનો ઈનકાર કર્યો હતો. તે સમયે રોહિતે કહ્યું હતું કે, અરે 2021માં વેક્સીન આવશે એટલે આમ લખ્યું છે. જેના પર અનીતાએ કમેન્ટ કરતાં લખ્યું હતું, “ગુડ વન બેબી.”

 
 
 
View this post on Instagram

Looking @ 2021! Super Excited ?

A post shared by Anita H Reddy (@anitahassanandani) onAug 30, 2020 at 3:36am PDT

તમને જણાવી દઈએ કે, અનિતા હસનંદાનીએ વર્ષ 2013માં કોર્પોરેટ પ્રોફેશનલ રોહિત રેડ્ડી સાથે ગોવામાં લગ્ન કર્યા હતા. વર્કફ્રન્ટની વાત કરીએ તો, અનિતા 'નાગિન 4' માં જોવા મળી હતી. અનિતાએ ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે. ટીવી ક્વીન એકતા કપૂર સાથે તેની ખાસ મિત્રતા છે. તે બાલાજી પ્રોડક્શનના ઘણા ટીવી શોનો ભાગ રહી ચુકી છે.

Whatsapp-channel Whatsapp-channel

11 October, 2020 12:08 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK