હવે નાગિન-4માં નહીં દેખાય રશ્મિ દેસાઇ? આ કારણે મેકર્સ લેશે મોટો નિર્ણય

Published: May 24, 2020, 20:59 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai Desk

કોરોનાવાયરસ લૉકડાઉનને કારણે શૉની શૂટિંગ અને શૉમાં આવેલા અટકાવ બાદ મેકર્સ શૉમાં કંઇક નવું કરી શકે છે અને આ માટે મોટા ફેરફાર કરવામાં આવશે.

રશ્મિ દેસાઇ
રશ્મિ દેસાઇ

ટીવીની લોકપ્રિય સીરિયલમાંની એક નાગિન-4 સાથે જોડાયેલા સમાચાર છે જેને સાંભળીને રશ્મિ દેસાઇના ચાહકો થોડાં નિરાશ છઈ શકે છે. એકતા કપૂરના શૉ નાગિન-4માં ટૂંક સમયમાં જ ફેરફાર જોવા મળી શકે છે અને એક પરિવર્તન રશ્મિ દેસાઇ સાથે પણ જોડાયેલ છે. ચર્ચા છે કે કોરોનાવાયરસ લૉકડાઉનને કારણે શૉની શૂટિંગ અને શૉમાં આવેલા અટકાવ બાદ મેકર્સ શૉમાં કંઇક નવું કરી શકે છે અને આ માટે મોટા ફેરફાર કરવામાં આવશે.

કહેવામાં આવી રહ્યું છે કે આ બદલાવ પછી તાજેતરમાં જ શૉમાં એન્ટ્રી લેનાર અભિનેત્રી અને બિગબૉસ કોન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી રશ્મિ દેસાઇ શૉનો હિસ્સો નહીં રહે. સ્પૉટબૉય પ્રમાણે, શૉ સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ચેનલે નિર્માતાઓ સાથે બેઠક કરી અને તેના પછી તાજેતરમાં જ એન્ટ્રી લેનારી રશ્મિ દેસાઇને કહેવામાં આવ્યું કે તેનું શલાખાનું પાત્ર આગળ નહીં વધારવામાં આવે. ચેનલ અને નિર્માતા બજેટ પણ ઓછું કરવા માગે છે, કારણકે બધાં જાણે છે કે માર્કેટની સ્થિતિ કેટલી ખરાબ છે.

 
 
 
View this post on Instagram

Dare to begin 🌟🖤 . . #ItsAllMagical💫 #IAmMagic🧚🏻‍♀️ #RhythmicRashami💃🏻 #RashamiDesai 💝 #BoldAndBeautiful 💋

A post shared by Rashami Desai (@imrashamidesai) onMay 22, 2020 at 10:22pm PDT

તો સાથે એ પણ કહેવામાં આવ્યું કે, "રશ્મિ એક મોંઘી રિસોર્સ હતી. એટલે, તેના પાત્રને આગળ ન વધારવાનું પારસ્પરિક નિર્ણય લેવામાં આવ્યો. અત્યારે નિયા શર્મા અને વિજયેન્દ્ર કુમેરિયા પર નિર્ણય લેવાનો બાકી છે." આ રશ્મિ દેસાઇના ચાહકો માટે સારા સમાચાર નથી, જે આવનારા એપિસોડ્સમાં રશ્મિને જોવાની રાહ જોઈ રહ્યા હતા. જો કે, હજી રશ્મિ દેસાઇ તરફથી આ બાબતે કોઇ જ ઑફિશિયલ કોમેન્ટ આવી નથી.

 
 
 
View this post on Instagram

With brave wings she flies 🤍💝 #ItsAllMagical💫 #IAmMagic🧚🏻‍♀️ #RhythmicRashami💃🏻 #RashamiDesai 💝

A post shared by Rashami Desai (@imrashamidesai) onMay 20, 2020 at 11:47pm PDT

ઉલ્લેખનીય છે કે હાલ રશ્મિ દેસાઇ પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ તેણે ગ્લેમરસ તસવીર શૅર કરી હતી,જેના પછી તેની ચર્ચા થવા લાગી. આ તસવીરમાં રશ્મિનો ખૂબ જ બોલ્ડ લૂક જોવા મળ્યો હતો અને અભિનેત્રી આવા ફોટોશૂટ ઓછા જ કરાવે છે. હવે તેમના ચાહકોને તેનો આ લૂક ખૂબ જ પસંદ આવી રહ્યો છે. રશ્મિ દેસાઇ બિગબૉસના ઘરની બહાર આવ્યા પછી પણ ચર્ચામાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK