બિગ બૉસના ઘરમાં હવે 'નાગિન' જોવા મળશે!

Published: 29th July, 2020 08:50 IST | Nirali Dave | Mumbai

નાગિન 4ની નયનતારા એટલે કે જાસ્મિન ભસીન અને નામકરણ ફેમ નલિની નેગીનું નામ બિગ બૉસની ૧૪મી સીઝન માટે ફાઇનલ થઈ ગયું છે

જાસ્મિન ભસીન
જાસ્મિન ભસીન

સૌથી વિવાદાસ્પદ અને કલર્સનો જાણીતો રિયલિટી શો ‘બિગ બૉસ’ ટૂંક સમયમાં પાછો આવવાનો છે. આ વખતે ‘બિગ બૉસ’ની ૧૪મી સીઝન હશે અને એના સ્પર્ધકો કોણ-કોણ હશે એ જાણવા માટે ફૅન્સ આતુર છે. ‘બિગ બૉસ’ની ૧૩મી  સીઝનનો વિજેતા સિદ્ધાર્થ શુક્લા અને બાકીના સ્પર્ધકો હજી પણ ચર્ચામાં છે. ‘બિગ બૉસ 14’ લૉકડાઉન એડિશન માટે પણ અનેક કલાકારોનો સંપર્ક કરવામાં આવ્યો છે, જેમાંથી ‘નામકરણ’ ફેમ નલિની નેગી અને ‘નાગિન 4’ ફેમ જાસ્મિન ભસીનનાં નામ ફાઇનલ થઈ ગયાં છે.

‘દિલ સે દિલ તક’ અને ‘ટશન-એ-ઇશ્ક’ જેવી સિરિયલોથી જાણીતી બનેલી જાસ્મિન ભસીનની લોકપ્રિયતા ‘નાગિન’ને લીધે વધી છે ત્યારે બિગ બૉસના ઘરમાં જાસ્મિન કેવી ગેમ રમે છે એ જોવાનું રહેશે. બીજી તરફ રાજીવ સેન, શુભાંગી અત્રે, તેજસ્વી પ્રકાશ, અધ્યયન સુમન, સુરભિ જ્યોતિ જેવા કલાકારોએ ‘બિગ બૉસ’ની ઑફર ઠુકરાવી દીધી છે. ‘બિગ બૉસ 14’માં આ વખતે ભાગ લેનારાઓને સ્પોર્ટ્સ ક્લબ, જિમ, શૉપિંગ સેન્ટર, સિનેમા જેવી સુવિધા મળવાની છે, તો ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ માટેનો એરિયા પણ બનાવવામાં આવશે જેથી સ્પર્ધકો વ્લૉગની મદદથી બહારની દુનિયા સાથે પણ કનેક્ટ થઈ શકશે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK