નાગમણિને વશ કરવા માટે અનીતા હસનંદાણી નાગિનમાં એન્ટ્રી

Published: Jan 24, 2020, 14:28 IST | Harsh Desai | Mumbai

કલર્સ ચૅનલ પર આવતી ‘નાગિન’ની ચોથી સીઝનમાં ફરી અનીતા હસનંદાણી જોવા મળશે.

અનીતા હસનંદાણી
અનીતા હસનંદાણી

કલર્સ ચૅનલ પર આવતી ‘નાગિન’ની ચોથી સીઝનમાં ફરી અનીતા હસનંદાણી જોવા મળશે. ‘નાગિન’ની ત્રીજી સીઝનમાં તેણે વિશાખાનું પાત્ર ભજવ્યું હતું અને ચોથી સીઝનમાં પણ તે એ જ પાત્રમાં જોવા મળશે. તેણે વિલનનું પાત્ર ભજવ્યું હતું અને આ સીઝનમાં એ જ કન્ટિન્યુ કરી રહી છે. આ કોઈ કેમિયો નહીં, પરંતુ પૅરૅરલ લીડ છે. તે નાગમણિને વશ કરવા માટે એન્ટ્રી કરી રહી છે અને ત્યાર બાદ વધુ પાવરફુલ બનશે. તેનું આ પાત્ર ‘બિગ બૉસ’ની શેહનાઝ ગિલની જેમ ગમે ત્યારે ફ્લિપ મારશે.

આ પણ વાંચો : ...તો આનંદ ફિલ્મમાં રાજ કપૂર હીરો તરીકે જોવા મળ્યા હોત!

આ શોના લુકને એકતા કપૂર અને અનીતાએ સોશ્યલ મીડિયા પર શૅર પણ કર્યો છે. તેણે આ શોનું શૂટિંગ ગઈ કાલથી જ શરૂ કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK