ગુડ્ડન તુમસે ના હો પાયેગામાં પહેલી વાર નેગેટિવ રોલમાં દેખાશે માયરા

Published: 15th October, 2020 23:03 IST | Mumbai Correspondent | Mumbai

લૉકડાઉન બાદ જૂનમાં શૂટિંગ કરવાનું હોવાથી તેણે કુમકુમ ભાગ્યની ઑફર ઠુકરાવી હતી

ગુડ્ડન તુમસે ના હો પાયેગામાં પહેલી વાર નેગેટિવ રોલમાં દેખાશે માયરા
ગુડ્ડન તુમસે ના હો પાયેગામાં પહેલી વાર નેગેટિવ રોલમાં દેખાશે માયરા

માયરા મિશ્રા પહેલી વખત ઝીટીવીની સિરિયલ ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’ દ્વારા નેગેટિવ રોલમાં જોવા મળવાની છે. ગુડ્ડનના પાત્રમાં જોવા મળતી કનિકા માન અને અક્ષતની ભૂમિકા ભજવનાર નિશાંત સિંહ મલકાનીની લવ-સ્ટોરી એમાં દેખાડવામાં આવી છે. જોકે તેમનું મૃત્યુ દેખાડવામાં આવ્યું હતું અને શો ૨૦ વર્ષ આગળ લીપ લેવાનો છે, જેમાં ગુડ્ડન અને અક્ષત તેમની દીકરીને બચાવતાં મોતને ભેટે છે. જોકે છોટી ગુડ્ડનના રોલમાં કનિકા જોવા મળી રહી છે. તેના જીવનમાં અનેક ઉતાર-ચડાવ આવે છે. એ બધામાંથી બચાવવા સાવી ઠાકુર જે અગસ્ત્યનું પાત્ર ભજવે છે તે હાજર રહે છે. જોકે છોટી ગુડ્ડનની લાઇફ ધારીએ એટલી સરળ પણ નથી. કેમ કે અગસ્ત્યની વાઇફ નિયા જ તેને મુશ્કેલીમાં નાખવાની એક પણ તક નથી છોડતી. નિયાનું પાત્ર માયરા મિશ્રા ભજવી રહી છે. પોતાના પાત્ર વિશે માયરાએ કહ્યું હતું કે ‘હું શો ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’માં નિયા તરીકે જોવા મળવાની છું, જે ખૂબ જ અઘરું કૅરૅક્ટર છે. જોકે તે એક વહુ અને મા તરીકે પોતાની ભૂમિકા સારી રીતે ભજવે છે. લોકો જેવું ધારે છે એનાથી તે તદ્દન અલગ છે. હું પહેલી વખત ઑન-સ્ક્રીન નેગેટિવ પાત્ર ભજવી રહી છું. મને આ શો ખૂબ પસંદ છે. નિયાની લાઇફમાં ખૂબ જ શેડ્સ અને લેયર્સ છે, જે ભજવવા મને ખૂબ ગમી રહ્યા છે. આ પાત્ર ભજવવાની તક મળતાં હું ખૂબ ઉત્સાહી છું. સેટ પર પાછા ફરીને સારું લાગી રહ્યું છે. સાવી અને કનિકા સાથે મારાં રિલેશન ઘણાં સારાં છે. એમ કહી શકાય કે શોનાં તમામ કૅરૅક્ટર્સ સાથે મારું બૉન્ડિંગ સારું છે, ખાસ કરીને પુષ્પા માં (અનાહિતા જ્હાનબક્ષી). આશા રાખું છું કે દર્શકોને મારું નિયાનું પાત્ર પસંદ પડશે.’
આ અગાઉ માયરાને ‘કુમકુમ ભાગ્ય’માં રિયા મેહરાનું પાત્ર ભજવવાની ઑફર મળી હતી. જોકે મહામારીને કારણે તેણે આ રોલની ના પાડી હતી. પોતાના એ નિર્ણય વિશે મીરાએ કહ્યું હતું કે ‘લૉકડાઉન દરમ્યાન હું બરેલી રહેવા ચાલી ગઈ હતી. જૂનના અંતમાં શોનું શૂટિંગ શરૂ થવાનું હતું. જોકે મારા ડૅડી આવી સ્થિતિમાં મને મુંબઈ આવવાની મંજૂરી નહોતા આપી રહ્યા. બાદમાં મારા પપ્પાને મનાવતાં હું મુંબઈ આવી ગઈ અને ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’નું શૂટિંગ શરૂ કર્યું.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK