શમિતા શેટ્ટીનું કહેવું છે કે તેની કરીઅરની જર્ની ઉતારચડાવથી ભરેલી રહી છે. ૨૦૦૦ની સાલમાં તેણે ‘મોહબ્બતેં’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ઇન્ડસ્ટ્રીમાં તેણે બે દાયકાનો સમય પસાર કર્યો છે. તે ‘બિગ બૉસ’, ‘ઝલક દિખલા જા’ અને ‘ફિયર ફૅક્ટર : ખતરોં કે ખિલાડી’માં પણ જોવા મળી હતી. તે હાલમાં વેબ-સિરીઝ ‘બ્લૅક વિડોઝ’માં જોવા મળી હતી. પોતાની જર્ની વિશે શમિતાએ કહ્યું હતું કે ‘પ્રામાણિકપણે કહું તો બે દાયકા થયા છે, પરંતુ એવું નથી કે મેં જે પણ કામ કર્યું છે એ મારી ઇચ્છા મુજબનું નથી. જોકે હા, મારી જર્ની ઉતારચડાવથી ભરેલી રહી હતી. મેં સારી રીતે શરૂઆત કરી હતી. મને અત્યાર સુધી જે પણ અનુભવો મળ્યા છે એની હું આભારી છું. કેટલાક અનુભવો કપરા હતા, એને કારણે હું હાલમાં જે કંઈ પણ છું એનું શ્રેય એને જાય છે. 20 વર્ષ બાદ પણ હું આજે કામ કરું છું માટે હું આભારી છું.’
સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 ISTગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 IST