Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મારી દીકરી છે દુનિયામાં સૌથી વધુ સુંદર : એશ્વર્યા

મારી દીકરી છે દુનિયામાં સૌથી વધુ સુંદર : એશ્વર્યા

22 October, 2012 03:03 AM IST |

મારી દીકરી છે દુનિયામાં સૌથી વધુ સુંદર : એશ્વર્યા

 મારી દીકરી છે દુનિયામાં સૌથી વધુ સુંદર : એશ્વર્યા






તાજેતરમાં અમિતાભ બચ્ચનના જન્મદિવસે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનની દીકરી આરાધ્યાને સત્તાવાર રીતે જાહેરમાં સ્ટેજ પર લાવવામાં આવી હતી. આરાધ્યાના જન્મ પછી તેની એક ઝલક મેળવવા ફોટોગ્રાફરોએ બહુ મહેનત કરી હતી, પણ તેમને સફળતા નહોતી મળી. હવે જ્યારે આરાધ્યાને લોકોએ જોઈ જ લીધી છે ત્યારે એક પત્રકારે ઐશ્વર્યાને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેની દીકરી બહુ ક્યુટ છે ત્યારે વળતો જવાબ આપતાં ઍશે કહ્યું હતું, ‘હું મારી દીકરી પ્રત્યેની લાગણીથી ગળાડૂબ છું. મને લાગે છે કે તે દુનિયામાં સૌથી સુંદર છે. એ વાત પણ એટલી જ સાચી છે કે હું તેને માટે ઓવર-પ્રોટેક્ટિવ છું. જોકે મને લાગે છે કે દરેક માતા પોતાના સંતાન માટે આવી જ લાગણી અનુભવતી હશે. ઍરર્પોટ પર હું જ્યારે એકસાથે ૪૦ ફોટોગ્રાફરોને આરાધ્યાના ફોટા પાડવા માટે મારી તરફ ધસી આવતા જોઉં છું ત્યારે હું આરાધ્યાને મારા હાથ નીચે સંતાડી દઉં તો એ બહુ સ્વાભાવિક છે. હું નથી ઇચ્છતી કે તેને આટલું બધું અટેન્શન મળે, કારણ કે હજી તો તે એક વર્ષની પણ નથી થઈ.’



Whatsapp-channel Whatsapp-channel

22 October, 2012 03:03 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK