Raktanchal Trailer: મિર્ઝાપુર પછી હવે પૂર્વાંચલ બનશે 'રક્તાંચલ'
રક્તાંચલ પોસ્ટર
એમએક્સ પ્લેયરની વેબ સીરીઝ 'રક્તાંચલ'નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. 'મિર્ઝાપુર' અને 'રંગબાઝ' જેવી વેબ સીરીઝ પછી એકવાર ફરી પૂર્વાંચલ અને ઉત્તર પ્રદેશના ક્રાઇમ અને ક્રિમિનલની સ્ટોરી સાથે નવી એક વેબસીરીઝ આવી રહી છે. રક્તાંચલ 28મેના એમએક્સ પ્લેયર પર સ્ટ્રીમ થશે.
જાણો શું છે ટ્રેલરમાં?
ટ્રેલરમાં 80ના દાયકાના પૂર્વાંચલની સ્ટોરી દર્શાવવામાં આવી છે. આ સમયે પૂર્વાંચલમાં ઘણાં બાહુબલી સક્રિય છે, જેમને લાગે છે કે તે તીસ માર ખાં છે. અહીં સુધી કે પોલીસથી પણ તેમને ડર લાગતો નથી પણ આ દરમિયાન જ બે નવા બાહુબલીઓની એન્ટ્રી થાય છે વિજય સિંહ અને વસીમ ખાન. કોલસાથી લઈને દારૂના ઠેકા માટે બન્ને સામસામા આવી ગયા. વસીમને સત્તા પક્ષનું સમર્થન મળી રહ્યું છે, તો ત્યાં વિજય રાજકારણના સમર્થનની મળે તેની આશમાં છે. બે નેતા છે, સાહેબ સિંહ અને પુરાજી સિંહ. રાજકારણ, પૈસા અને વર્ચસ્વની વચ્ચે બન્ને બાહુબલી પૂર્વાંચલને ક્રાઇમના વિશ્વમાં ધકેલી દે છે. એવામાં બન્ને પૂર્વાંચલને રક્તાંચલ બનાવી દે છે.
ADVERTISEMENT
સ્ટાર કાસ્ટ
વિજય સિંહનું પાત્ર ક્રાંતિ પ્રકાશ જ્હાં ભજવી રહ્યા છે. તે આ પહેલા 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી', 'રામ લીલા' અને 'બાટલા હાઉસ' જેવી ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા ભજવી ચૂક્યા છે. તો વસીમ ખાનનું પાત્ર નિકિતિન ધીર ભજવી રહ્યા છે. નિકિતિન ધીર 'ચેન્નઇ એક્સપ્રેસ'માં થંગાબલીના પાત્રને લઈને ફેમસ થઈ ચૂક્યા છે. આ સિવાય અક્ષય કુમાર સ્ટારર ફિલ્મ સૂર્યવંશીમાં પણ દેખાવાના છે. આ બન્ને સિવાય પ્રમોદ પાઠક, ચિત્તરંજન ત્રિપાઠી અને સૌંદર્યા શર્મા પણ મુખ્ય ભૂમિકામાં છે. હવે જોવાનું એ છે કે આ સીરિઝ દર્શકોને કેટલી પસંદ આવે છે? આ પહેલા એમએક્સ પ્લેયરની વેબસીરિઝ ભૌકાલમાં પશ્ચિમી ઉત્તર પ્રદેશના ક્રાઇમ વિશે બતાવવામાં આવી ચૂક્યું છે. તે સીરિઝને દર્શકો પાસેથી ઠીક-ઠાક રિસ્પૉન્સ મળ્યો હતો.