કંગના બાદ શિવગામી બનશે ક્વીન

Published: Oct 10, 2019, 15:14 IST | અમદાવાદ

અનિતા સિવાકુમારનની નૉવેલ ‘ધ ક્વીન’ પરથી બનેલી તથા તામિલનાડુનાં ભૂતપૂર્વ સીએમ જયલલિતાના જીવન પર આધારિત વેબ-સિરીઝ ‘ક્વીન’નું શૂટિંગ પૂરું

ક્વીન
ક્વીન

‘બાહુબલી’માં શિવગામીનું પાત્ર ભજવીને આખા ભારતમાં જાણીતી થનાર અભિનેત્રી રામ્યા ક્રિશ્નન ઓટીટી પ્લૅટફૉર્મ એમએક્સ પ્લેયરની સિરીઝમાં ‘ક્વીન’ બનશે. ગૌતમ મેનન દ્વારા દિગ્દર્શિત આ વેબ-સિરીઝ તામિલનાડુનાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતાના જીવન પર આધારિત છે. સાઉથના મેકર્સ દ્વારા તામિલ, તેલુગુ, હિન્દી અને બંગાળી ભાષામાં તૈયાર થનાર આ સિરીઝની પહેલી સીઝનનું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. લેખિકા અનિતા સિવાકુમારન દ્વારા લિખિત ‘ધ ક્વીન’ પુસ્તક પરથી આ સિરીઝ એડપ્ટ કરવામાં આવી છે જેમાં કાલ્પનિક ઢબે જયલલિતાના બાળપણથી રાજનેતા બનવા સુધીની સફર આલેખાઈ છે. પહેલી સીઝનમાં ૧૧ એપિસોડ રજૂ થશે.

આ પણ વાંચો : રાગિણી એમએમએસ રિટર્ન્સમાં સાઉથ સ્ટાર નવદીપ

ઉલ્લેખનીય છે કે વિકાસ બહલની ૨૦૧૪માં આવેલી ‘ક્વીન’ ફિલ્મમાં ટાઇટલ રોલ કંગના રણૌતે ભજવ્યો હતો અને હાલમાં કંગના જયલલિતાની જ બાયૉપિક ‘થલાઈવી’ (હિન્દીમાં ‘જયા’) માટે તૈયારી કરી રહી છે જે એ. એલ. વિજય ડિરેક્ટ કરવાના છે.
‘ક્વીન’ સિરીઝની રિલીઝ-ડેટ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવ

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK