Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જાણીતા સંગીત નિર્દેશક વાજિદ ખાનનું નિધન, બોલીવુડ શોકગ્રસ્ત

જાણીતા સંગીત નિર્દેશક વાજિદ ખાનનું નિધન, બોલીવુડ શોકગ્રસ્ત

01 June, 2020 12:02 PM IST | Mumbai Desk
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

જાણીતા સંગીત નિર્દેશક વાજિદ ખાનનું નિધન, બોલીવુડ શોકગ્રસ્ત

વાજિદ ખાન

વાજિદ ખાન


બોલીવુડમાંથી એક દુઃખદ સમાચાર છે. જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર વાજિદ ખાનનું નિધન થઈ ગયું છે. વાજિદ ખાને પોતાના જોડીદાર સાજિદ ખાન સાથે મળીને સાજિદ-વાજિદ યુગલના નામે ફિલ્મોમાં સંગીત આપ્યું છે. સાજિદ-વાજિદે સલમાન ખાનની ઘણી ફિલ્મોમાં હિટ મ્યૂઝિક આપ્યું છે. વાજિદના નિધનથી બોલીવુડમાં શોક છવાઇ ગયું છે. તેમને યાદ કરવા અને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલા ચાલું છે.

પીટીઆઈની રિપોર્ટ પ્રમાણે 42 વર્ષના વાજિદનું નિધન સોમવારે મુંબઇના એક હૉસ્પિટલમાં થયું. રિપોર્ટમાં મ્યૂઝિક કમ્પૉઝર સલીમ મર્ચેંટે જણાવ્યું કે વાજિદ ચેમ્બૂરના સુરુના હૉસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી દાખલ હતા, જ્યાં તેમની સ્થિતિ વધારે ખરાબ થતી ગઈ. "તેમને ઘણી સમસ્યાઓ હતી. તેમને કિડનીની પણ બીમારી હતી. અમુક સમય પહેલા તેમનું ટ્રાન્સપ્લાન્ટ પણ થયું હતું. તાજેતરમાં જ તેમને કિડનીમાં સંક્રમણની ખબર પડી હતી. છેલ્લા ચાર દિવસથી તે વેન્ટિલેટર પર હતા. તેમની સ્થિતિ વધારે ગંભીર થતી ગઈ. કિડની સંક્રમણથી શરૂઆત થતાં, સ્થિતિ બગડી. "




કેટલીક રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે વાજિદ ખાનને પછીથી કોરોના વાયરસનું સંક્રમણ પણ થઈ ગયું હતું. જો કે આ બાબતની પુષ્ટિ હજી થઈ શકી નથી. વાજિદ ખાને સાજિદ સાથે 1998ની ફિલ્મ પ્યાર કિયા તો ડરના ક્યાથી મ્યૂઝિક કમ્પોઝર તરીકે પોતાના કરિઅરની શરૂઆત કરી હતી. તેના પછી તેમણે સલમાન ખાન સાથે ઘણી ફિલ્મો કરી. ગર્વ, તેરે નામ, તુમકો ના ભૂલ પાએંગે, પાર્ટનર અને લેટેસ્ટ દબંગ ફ્રેન્ચાઇઝી. વાજિદે કેટલી ફિલ્મોમાં પ્લેબૅક સિંગિંગ પણ કરી. સલમાન માટે તેમણે મેરા હી જલવા, ફેવિકોલ સે અને અક્ષય કુમાર માટે ચિંતા તા ચિતા ચિતા ગીતમાં સ્વર પણ આપ્યો હતો.


લૉકડાઉનમાં રિલીઝ થયેલા સલમાનના ગીત પ્યાર કરો ના અને ભાઈ ભાઈનું સંગીત વાજિદ ખાને સાજિદ ખાન સાથે મળીને આપ્યું હતું. આ ગીત યૂ-ટ્યુબ પર રિલીઝ થયું. વાજિદે જોડીદાર સાજિદ સાથે સિંગિંગ રિયાલિટી શૉ સારેગામાપા 2012 અને સારેગામાપા સિંગિંગ સુપરસ્ટારમાં મેન્ટૉર તરીકે પણ કામ કર્યું હતું.

આઇપીએલની ચોથી સીઝન માટે બન્નેએ થીમ સૉન્ગ ધૂમ ધૂમ ધડાકા પણ કમ્પૉઝ કર્યું, એમાં પણ વાજિદે પોતાનો સ્વર આપ્યો હતો. વાજિદના નિધનના સમાચાર મળતાં જ તેમને શ્રદ્ધાંજલિ આપવાનો સિલસિલો શરૂ થયો છે.

પ્રિયંકા ચોપડાએ વાજિદ ખાનને ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.

બિપાશા બાસુએ પણ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે ઇશ્વર તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ખૂબ જ મોટું નુકસાન.

જાણીતાં ગાયક મિકા સિંહે પણ ટ્વીટ કરીને લખ્યું છે ખૂબ જ દુઃખદ સમાચાર. તેમણે ઘણા હિટ્સ આપ્યા છે મારા મોટા ભાઈ વાજિદ ખાન. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. હું તમને ખૂબ જ મિસ કરીશ, તમારું સંગીત હંમેશાં યાદ રહેશે.

Whatsapp-channel Whatsapp-channel

01 June, 2020 12:02 PM IST | Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK