હૉલીવુડની ધ ઇન્ટર્નની હિન્દી રીમેકમાં દેખાશે રિશી કપૂર અને દીપિકા પાદુકોણ

Published: Jan 28, 2020, 12:07 IST | Mumbai

દીપિકા પાદુકોણ અને રિશી કપૂર હૉલીવુડની કૉમેડી હિટ ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રીમેકમાં જોવા મળશે.

રિશી કપૂર અને દીપિકા પાદુકોણ
રિશી કપૂર અને દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણ અને રિશી કપૂર હૉલીવુડની કૉમેડી હિટ ‘ધ ઇન્ટર્ન’ની હિન્દી રીમેકમાં જોવા મળશે. રોબર્ટ દે નિરો અને ઍન હૅથવેની આ ફિલ્મમાં રિશી કપૂર અને દીપિકા તેમનું પાત્ર ભજવશે. ૨૦૨૧માં રિલીઝ થનારી આ ફિલ્મને દીપિકા તેના ‘KA’ પ્રોડક્શન-હાઉસ હેઠળ, સુનીર ખેતરપાર તેના અઝુરે એન્ટરટેઇનમેન્ટ હેઠળ અને વૉર્નર બ્રધર્સ મળીને પ્રોડ્યુસ કરવાનાં છે. ફિલ્મને લઈને પોસ્ટર ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘મારી આગામી ફિલ્મને લઈને ખૂબ ઉત્સાહિત છું. ૨૦૨૧માં રિલીઝ થનારી એ ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ની ઇન્ડિયન એડપ્ટેશન છે. થિયેટરમાં મળીશું.’

આ ફિલ્મને લઈને વધુ જણાવતાં દીપિકાએ કહ્યું હતું કે ‘આ ફિલ્મની સ્ટોરી વર્તમાનનાં સામાજિક અને કલ્ચરલ વાતાવરણ સાથે બરાબર મેળ ખાય છે. હું આવી જ હળવી કૉમેડી-ડ્રામાને શોધી રહી હતી. જોકે આ સ્ટોરી એમાં બરાબર બંધબેસે છે. ફિલ્મને શરૂ કરવાને લઈને હું ખૂબ જ આતૂર છું.’

આ પણ જુઓ : Happy Birthday Shruti Hassan: રાતો-રાત ચર્ચાનો વિષય બની ગઈ હતી આ એક્ટ્રેસ

બીજી તરફ સંબંધો પર પ્રકાશ પાડતી આ ફિલ્મ વિશે રિશી કપૂરે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ધ ઇન્ટર્ન’ વર્તમાન સમયનાં ઇન્ડિયન વર્કપ્લેસ સાથે યોગ્ય રીતે બંધબેસે છે. સાથે જ એમાં પરસ્પર સંબંધોને ખૂબ જ સરસ રીતે દેખાડવામાં આવશે. દીપિકા સાથે કામ કરવા માટે અને આ હૃદય સ્પર્શી સ્ટોરીને લઈને હું ખૂબ જ ઉત્સાહિત છું. એક વસ્તુ એ પણ સારી છે કે વૉર્નર બ્રધર્સ અને અઝુરે એન્ટરટેઇનમેન્ટ ભારતમાં ઑફિશ્યલી આ ફિલ્મ બનાવી રહ્યા છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK