એમેઝોન પ્રાઈમ વીડિયોની વેબ સિરીઝ મિર્ઝાપુરની બંને સીઝન સુપરહીટ ગઈ છે. આના દરેક પાત્ર લોકોને ખૂબ જ ગમ્યા છે. ખાસ કરીને પંકજ ત્રિપાઠીનું કાલિન ભૈયાનું કેરેક્ટર લોકોએ ખુબ પસંદ કર્યું છે. આ પાત્રની લોકપ્રિયતાને જોતા મુંબઈ પોલીસે ઓનલાઈન છેતરપિંડી બાબતે જાગૃતતા ફેલાવવા માટે એ મિમ શૅર કર્યો છે, જેમાં આ કાલિન ભૈયાનો વીડિયો લેવાયો છે. પંકડ ત્રિપાઠીએ પણ આ વીડિયોને શૅર કરીને રિટ્વીટ કર્યું હતું.
बहुत सही है ये जागरूकता के लिए । https://t.co/u8ruLFY6U7
— पंकज त्रिपाठी (@TripathiiPankaj) December 1, 2020
વિવિધ મુદ્દાઓમાં જાગૃતતા ફેલાવવા માટે મુંબઈ પોલીસ હંમેશા મિમ્સ શૅર કરતી હોય છે, જેમાં ટ્રેન્ડિંગમાં જે ચાલતુ હોય તે હિસાબે મિમની પસંદગી કરવામાં આવતી હોય છે. હાલ મિર્ઝાપુરનો ક્રેઝ હોવાથી મુંબઈ પોલીસે એક મિમ વીડિયો બનાવ્યો છે, જેમાં કાલિન ભૈયાના એક્સપ્રેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. એક પણ ડાયલોગ વિનાનો આ વીડિયો ખૂબ બધુ કહે છે.
વીડિયોની સાથે મુંબઈ પોલીસે લખ્યું કે, છેતરપિંડી કરનારા લખે છે કે અભિનંદન! તમે આટલા કરોડની ઓનલાઈન લોટરી જીત્યા છો, મહેરબાની કરીને તમારા ખાતાની વિગતો શૅર કરો. આ સામે જવાબદાર નાગરિક કહે છે કે, હુ ફક્ત તને બ્લોક નહી કરુ પણ 100 નંબર ડાયલ કરીને રિપોર્ટ પણ કરીશ. ત્યારે અમારો એક્સપ્રેશન કંઈક આવો હોય છે.
પંકજ ત્રિપાઠીએ પણ આ વીડિયોની નોંધ લેતા લખ્યું કે, જાગૃતતા ફેલાવવા માટે આ સાચુ છે.
'કાગઝ' ફિલ્મમાં પંકજ ત્રિપાઠીની પત્નીનો રોલ ભજવનાર મોનલ કહે છે, "પંકજ ત્રિપાઠી બહુ જ કૅરીંગ છે"
6th January, 2021 11:48 ISTકાગઝના મારા લુકને એટલો સ્મૂધ રાખવામાં આવ્યો છે કે...
5th January, 2021 17:42 ISTYear 2020: OTT એક્ટર્સ જેમના પરફોર્મન્સે બનાવ્યું લૉકડાઉનને લાજવાબ
31st December, 2020 14:21 ISTઅતિશય માનસિક આઘાતમાંથી પસાર થવા છતાં પણ મહિલાઓ કેમ શાંત રહે છે? : પંકજ ત્રિપાઠી
28th December, 2020 22:34 IST