સુશાંત કેસમાં મુંબઇ પોલીસે કંગનાને મોકલ્યા ફ્રેશ સમન્સ,અભિનેત્રીનો જવાબ

Updated: Jul 25, 2020, 06:49 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

મુંબઇ પોલીસના સમન પર હવે કંગના રણોતના વકીલે જવાબ આપ્યો છે અને અભિનેત્રી તેમના મનાલીમાં આવેલા ઘરમાં છે તેવી વાત કહેતાં પોલીસને મનાલી મોકલવાની રિક્વેસ્ટ કરી છે.

કંગના રણોત
કંગના રણોત

બોલીવુડ(Bollywood)ના જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput)ના સુસાઇડ પછી બોલીવુડમાં વિવાદ સર્જાયો છે. અત્યાર સુધી અભિનેતાના સુસાઇડનું કારણ સામે આવ્યું નથી. સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસ(Sushant Singh Rajput Suicide Case)માં મુંબઇ પોલીસ(Mumbai Police) એક્ટર સાથે જોડાયેલા લોકો સાથે તેમની મિત્ર રિયા ચક્રવર્તી(Rhea Chakraborty), મેનેજર, ક્રિએટિવ મેનેજર, સંજય લીલા ભણસાલી(Sanjay leela Bhansali) અને આદિત્ય ચોપડા(Aditya Chopra) સહિત ઘણાં સેલિબ્રિટીઝના નિવેદન નોંધાવી ચૂક્યા છે. બોલીવુડ(Bollywood)ની 'પંગા ક્વીન' કંગના રણોત(Kangana Ranaut) સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ મામલે (Sushant Singh Rajput Suicide Case)માં અત્યાર સુધી ઘણાં નિવેદન આપી ચૂકી છે. એવામાં તાજેતરમાં તેની ટીમે ટ્વીટમાં કહ્યું હતું કે તે (કંગના) પોતાનું નિવેદન આપવા માટે તૈયાર છે, પણ તેને મુંબઇ પોલીસને સમન(Summon) નથી મળ્યા. જેના પછી મુંબઇ પોલીસે કંગના રણોત(kangana Ranaut)ને સમન મોકલ્યા હતા. સમનની એક કૉપી તેમના મનાલી સ્થિત ઘરે પણ મોકલવામાં આવી છે. જ્યાં અભિનેત્રી હાલ રહે છે.

મુંબઇ પોલીસના સમન પર હવે કંગના રણોત(Kangana Ranaut)ના વકીલે જવાબ આપ્યો છે અને એક્ટ્રેસના વકીલે જવાબ આપ્યો છે અને એક્ટ્રેસના તેમના મનાલી સ્થિત ઘરે હોવાની વાત કહેતા મુંબઇ પોલીસમાંથી કોઇક ઑફિસરને મનાલી મોકલવાની રિક્વેસ્ટ કરી છે. કંગનાના વકીલે બાન્દ્રા પોલીસ (Bandra Police) દ્વારા પાઠવવામાં આવેલા સમનના જવાબમાં લખ્યું છે, "સુશાંત સિંહ રાજપૂત સુસાઇડ કેસમાં તપાસ કરતાં પોલીસ ઑફિસરે કંગના રણોતને 27 જુલાઇ સુધી બાન્દ્રા પોલીસ સ્ટેશનમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે કહ્યું છે અને મારી ક્લાઇન્ટ સુશાંત સિંહ રાજપૂતની રહસ્યમયી પરિસ્થિતિઓમાં થયેલા મોતને મામલે તમારી મદદ કરવા પણ માગે છે, પણ છેલ્લી 17 માર્ચ 2020થી તે પોતાના હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના મનાલી સ્થિત ઘરમા રહે છે અને કોરોના વાયરસને કારણે જાહેર લૉકડાઉનના નિયમોનું પાલન કરી રહી છે."

કંગનાના વકીલે કહ્યું, "સુશાંત સિંહ રાજપૂતને ન્યાય અપાવવામાં મારી ક્લાઇંટ તમારી સંપૂર્ણ મદદ કરવા માગે છે. તેથી અમે તમને વિનંતી કરીએ છીએ કે તમે અમને પ્રશ્નો જણાવી દો, જે તમે કંગનાને પૂછવા માગો છો. જેથી તે પોતાનું નિવેદન રેકૉર્ડ કરીને તમને મોકલી શકે. અમે તમને એ પણ રિક્વેસ્ટ કરવા માગીએ છીએ કે જો શક્ય હોય તો તમે તમારા ઑફિસરને કંગનાના મનાલી સ્થિત ઘરે મોકલી દો અને જો તમે અહીં ન આવી શકો તો તમે આ વિશે અમને શક્ય તેટલું જલ્દી જણાવજો, જેથી અમે નિવેદન નોંધાવવા માટે કોઇ બીજું માધ્યમ શોધી શકીએ."

જણાવીએ કે તાજેતરમાં કંગના રણોતની બહેન અને તેની મેનેજર રંગોલી ચંદેલે મુંબઇ પોલીસ સાથે તેમની ચેટના કેટલાક સ્ક્રીનશૉટ ટ્વીટર પર શૅર કર્યા હતા. જેની સાથે જ તેમે દાવો કર્યો હતો કે અત્યાર સુધી કંગનાને મુંબઇ પોલીસ પાસેથી સમન નથી મોકલવામાં આવ્યા. ટ્વીટમાં લખ્યું હતું કે, કંગનાને મુંબઇ પોલીસ તરફથી અત્યાર સુધી કોઇ ઑફિશિયલ સમન નથી મળ્યા. જ્યારે મુંબઇ પોલીસે કહ્યું હતું કે એક્ટ્રેસને પહેલા પણ સમન પાઠવવામાં આવ્યા છે. જેના પર અભિનેત્રીએ અત્યાર સુધી કોઇ જવાબ નથી આપ્યો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK