ગેંગ્સ ઓફ વાસેપુર ફેમ ઝીશાન કાદરી વિરુદ્ધ 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો કેસ

Published: 3rd December, 2020 19:54 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિલ્મ ફાઈનાન્સરે એક વેબ સિરીઝ માટે ઝીશાનને આપેલી રકમનો ખોટો ઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

‘ગેંગ્સ ઓફ વાસેપુર’ના એક્ટર-સ્ક્રીન રાઈટર ઝીશાન કાદરી વિરુદ્ધ બુધવારે મુંબઈના અંબોલી પોલીસ સ્ટેશનમાં કલમ 420 હેઠળ છેતરપિંડીનો કેસ નોંધાયો છે. ઝીશાન પર ફિલ્મ ફાઈનાન્સર-પ્રોડ્યુસર જતીન સેઠીની સાથે 1.5 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે. ફિલ્મ ફાઈનાન્સરે એક વેબ સિરીઝ માટે ઝીશાનને આપેલી રકમનો ખોટો ઉપયોગ કરવાનો આક્ષેપ મૂક્યો છે.

આ પ્રકરણમાં જતિને આરોપ મૂક્યો છે કે, મારી કંપની ‘નાદ ફિલ્મ્સ પ્રોડક્શન હાઉસ’ અને ઝીશાન કાદરીની કંપની ‘ફ્રાઈડે એન્ટરટેઈનમેન્ટ’ વચ્ચે એક વેબ સિરીઝ બનાવવા માટે રૂપિયાની ડીલ થઇ હતી. પરંતુ એગ્રીમેન્ટ પછી પણ ઝીશાન કાદરીએ વેબ સિરીઝમાં આ રૂપિયા ઇન્વેસ્ટ જ ના કર્યા. ઝીશાનની કંપનીમાં પ્રિયંકા બસી પણ સામેલ છે. જો કે, હાલ FIRમાં માત્ર ઝીશાન કાદરીનું જ નામ છે. પ્રિયંકા બસી ડિરેક્શન અને પ્રોડક્શનમાં ઝીશાન સાથે કામ કરે છે.

ANIના રિપોર્ટ પ્રમાણે, અંબોલી પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ફિલ્મ ફાઈનાન્સર અને તેના મિત્રએ ઝીશાન કાદરીને વેબ સિરીઝ માટે 1.5 કરોડ રૂપિયા આપ્યા હતા. ફાઈનાન્સરનો આરોપ છે કે કોરોનાવાઈરસને લીધે વેબ સિરીઝની કામ બંધ પડ્યું છે અને ઝીશાને રૂપિયા ક્યાંક બીજે જ ખર્ચી નાખ્યા. ઝીશાને નક્કી કરેલી તારીખે રૂપિયા પરત ના કર્યા. તેણે ફાઈનાન્સરને ચેક આપ્યા હતા અને તે પણ બાઉન્સ થઇ ગયા. પ્રિલિમિનરી પૂછપરછ પછી ઝીશાન કાદરી વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. પોલીસે કન્ફર્મ કર્યું કે, ઝીશાનને ટૂંક સમયમાં આ મામલે પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

અભિનેતા હાલ વેબ સિરીઝ ‘બિચ્છુ કા ખેલ’માં દેખાયો હતો. તેમાં તે ઇન્સ્પેકટરના રોલમાં છે. તેમાં લીડ રોલમાં દીવ્યેંદુ શર્મા છે. ઝીશાન હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘છલાંગ’નો રાઈટર પણ છે. એમેઝોન પ્રાઈમ પર રિલીઝ થયેલી આ ફિલ્મમાં લીડ રોલમાં નુસરત ભરૂચા અને રાજકુમાર રાવ છે. તેના ડિરેક્ટર હંસલ મહેતા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK