દીપિકા-પ્રિયંકાની પૂછપરછ કરશે પોલીસ, સોશિયલ મીડિયા ફૉલોઅર્સ અંગે તપાસ

Updated: Jul 23, 2020, 21:50 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર ડુપ્લિકેટ ફોલોઅર્સ ગોટાળાની તપાસ કરી રહી છે. આ મામલે દીપિકા અને પ્રિયંકાની સાથે સાથે લગભગ 175 હાઇ પ્રૉફાઇલ લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની તપાસ અને પૂછપરછ થઇ શકે છે.

દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા
દીપિકા પાદુકોણ, પ્રિયંકા ચોપડા

ફિલ્મ સ્ટાર દીપિકા પાદુકોણ(Deepika padukone) અને પ્રિયંકા ચોપડા(Priyanka Chopraને મુંબઇ પોલીસ(Mumbai Police) ટૂંક સમયમાં જ પૂછપરછ કરી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે મુંબઇ પોલીસ ડુપ્લિકેટ સોશિયલ મીડિયા ફોલોવર્સ(Duplicate Social Media Followers) મામલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આ બે દિગ્ગજ અભિનેત્રીઓની પૂછપરછ કરી શકે છે. મુંબઇ પોલીસ સોશિયલ મીડિયા પર ડુપ્લિકેટ ફોલોઅર્સ ગોટાળાની તપાસ કરી રહી છે. આ મામલે દીપિકા અને પ્રિયંકાની સાથે સાથે લગભગ 175 હાઇ પ્રૉફાઇલ લોકોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની તપાસ અને પૂછપરછ થઇ શકે છે.

આંતરરાષ્ટ્રીય કંપની પર પણ નજર
જાણીતી ન્યૂઝ એજન્સીની રિપોર્ટ પ્રમાણે મુંબઇ પોલીસ પૈસા આપીને અને ડુપ્લિકેટ ફોલોઅર્સના મામલાની તપાસ કરી રહી છે. આ મામલાની તપાસ માટે મુંબઇ ક્રાઇમ બ્રાન્ચ અને સાઇબર સેલની એક ટીમ બનાવવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે મુંબઇ પોલીસના જૉઇન્ટ કમિશનર વિનય કુમાર ચૌબે દ્વારા જણાવ્યું કે આ આખા મામલામાં 54 જુદી-જુદી ફર્મ પર પોલીસની નજર છે. આ સિવાય રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયા માર્કેટિંગ હેઠળ આંતરરાષ્ટ્રીય કંપની Followerskart.com પર પણ પોલીસની નજર છે.

બોલીવુડ સ્ટાર્સ અને ખેલાડીઓના અકાઉન્ટ્સ પર પણ શંકા
આ સિવાય મુંબઇ પોલીસે ડુપ્લિકેટ અકાઉન્ટ બનાવવાના મામલે અભિષેક દિનેશ નામના એક વ્યક્તિની ધરપકડ પણ કરી છે. આ ધરપકડ મુંબઇ પોલીસની ક્રિમિનલ ઇન્ટેલિજેન્સ યુનિટે કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે શંકાસ્પદ 175 અકાઉન્ટ્સમાં કેટલાય બોલીવુડ સ્ટાર્સ, ખેલાડી અને બિલ્ડર્સ સામેલ છે.

દીપિકા પાદુકોણ અને પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર સૌથી વધારે ફૉલ કરવામાં આવતી ભારતીય સ્ટાર્સમાંની છે. ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ મળીને દીપિકાના 78 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે, જ્યારે પ્રિયંકા ચોપરાના 81 મિલિયનથી વધારે ફૉલોઅર્સ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK