નાટી પિન્કી કી...માટે હિન્દી બોલવા માટે રિયાએ સરકારી સ્કૂલની ટૅક્સ્ટ બુક્સ વાંચી

Published: Jan 28, 2020, 12:42 IST | Mumbai

સિરિયલ ‘નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી’માં શુદ્ધ હિન્દી બોલવા માટે રિયા શુક્લાએ સરકારી સ્કૂલની ટૅક્સ્ટ બુક્સ વાંચી હતી.

રિયા શુક્લા
રિયા શુક્લા

સિરિયલ ‘નાટી પિન્કી કી લંબી લવ સ્ટોરી’માં શુદ્ધ હિન્દી બોલવા માટે રિયા શુક્લાએ સરકારી સ્કૂલની ટૅક્સ્ટ બુક્સ વાંચી હતી. કલર્સ પર આ શો ગઈ કાલથી શરૂ થયો છે. આ શોમાં રિયાને મૂળ લખનઉની દેખાડવામાં આવી છે અને તે શૉર્ટ હાઇટની છોકરીના પાત્રમાં જોવા મળશે. પોતાના પાત્રની તૈયારી કેવી રીતે કરી એ વિશે જણાવતાં રિયાએ કહ્યું હતું કે ‘આપણે જ્યારે સ્કૂલમાંથી પાસ થઈને નીકળીએ છીએ તો આપણે હિન્દીનું બેઝિક ગ્રામર ભૂલી જઈએ છીએ. આપણે આપણી ભાષામાં અંગ્રેજી શબ્દોનો ઉમેરો કરીએ છીએ. પિન્કીનું પાત્ર ભજવતી વખતે મારે અંગ્રેજીનું કમાન્ડ છોડવાનું હતું અને થોડું ઘણું કાનપુરનું ઉચ્ચારણ બોલવાનું હતું. એથી મેં ભૂતકાળમાં જઈને મારી સ્કૂલની ટૅક્સ્ટ બુક્સ વાંચવાનું નક્કી કર્યું હતું. આ બુક્સને કારણે મારી હિન્દી ભાષા સુધરી અને ઇંગ્લિશનો ઉપયોગ પણ ઘટી ગયો હતો. હું એક એવા સ્તર પર પહોંચી ગઈ હતી કે મને એવો અનુભવ થતો હતો કે હું ઇંગ્લિશ ભૂલી રહી છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK