પોતાની મહેનતના પૈસાથી ઘર ખરીદીને પેરન્ટ્સને ભેટ આપ્યું ઝુબેર ખાને

Updated: Feb 05, 2020, 15:38 IST | Mumbai

‘નાગિન 3’ ઍક્ટર ઝુબેર કે. ખાને પોતાના પૈસાથી મુંબઈમાં ઘર ખરીદીને પેરન્ટ્સને ભેટ કર્યું છે.

ઝુબેર ખાન
ઝુબેર ખાન

‘નાગિન 3’ ઍક્ટર ઝુબેર કે. ખાને પોતાના પૈસાથી મુંબઈમાં ઘર ખરીદીને પેરન્ટ્સને ભેટ કર્યું છે. ઝુબેર ટેલિવિઝન-શોઝ ‘કસમ તેરે પ્યાર કી’ અને ‘મનમોહિની’ને કારણે જાણીતો થયો છે. સાથે જ ફિલ્મ ‘દોસ્તી કે સાઇડ ઇફેક્ટ્સ’માં કામ કર્યા બાદ તે વેબ-ફિલ્મ ‘રિફલેક્શન ઑફ લાઇફ : મિરર’માં પણ જોવા મળશે. આ સિવાય તેની ‘હૉન્ટેડ હિલ્સ’ અને ‘ધડકે દિલ બાર બાર’ પણ રિલીઝ થવાને આરે છે. ઘર ખરીદવાને લઈને જણાવતાં ઝુબેર કે. ખાને કહ્યું હતું કે ‘હું હંમેશાંથી ચાહતો હતો કે હું મારી જાતમહેનતથી કમાયેલા પૈસાથી ઘર ખરીદું અને મારા પેરન્ટ્સને ભેટ આપું. તેઓ મારા માટે પૂજનીય છે. તેમના સપોર્ટ, પ્રોત્સાહન અને આશીર્વાદને કારણે આજે હું આ મુકામે પહોંચી શક્યો છું. તેમણે મારા માટે ઘણુંબધું કર્યું છે. મારા તરફથી તો આ નાનકડી ભેટ છે.’

મલાડ વિસ્તારમાં ખરીદેલા આ ઘર વિશે ઝુબેરે કહ્યું હતું કે ‘મેં કેટલાંક ઘર જોયાં હતાં. જોકે મને પસંદ નહોતાં પડ્યાં. મેં જે ઘર ખરીદ્યું છે એ પર્ફેક્ટ વાઇબ આપે છે. સાથે જ વાસ્તવમાં એક ફિલ્મી વ્યક્તિ હોવાથી મેં ઘરની દરેક બાબતને એ મુજબ ગોઠવી છે. ઘરને લઈને મેં દરેક નાની-નાની બાબતનું ધ્યાન રાખ્યું છે જેથી મારા પેરન્ટ્સ ખુશ રહી શકે. ઘરમાં મેં આધુનિક સ્ટાઇલ અપનાવી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK