મિકા સિંહની મૅનેજર સૌમ્યા સમીનું ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું

Published: Feb 23, 2020, 13:38 IST | Mumbai

મિકા સિંહની મૅનેજર સૌમ્યા સમીનું ૩ ફેબ્રુઆરીએ ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું છે.

મિકા સિંહ અને સૌમ્યા સમી
મિકા સિંહ અને સૌમ્યા સમી

મિકા સિંહની મૅનેજર સૌમ્યા સમીનું ૩ ફેબ્રુઆરીએ ડ્રગના ઓવરડોઝને કારણે મૃત્યુ થયું છે. પોલીસ તપાસમાં જાણ થઈ છે કે પારિવારિક વિવાદને કારણે સૌમ્યા ડિપ્રેશનનો શિકાર બની હતી. મિકા સિંહના સ્ટુડિયોના પહેલા ફ્લોર પર જ સૌમ્યા રહેતી હતી. એવું જાણવા મળ્યું છે કે ૩ ફેબ્રુઆરીએ સૌમ્યા પાર્ટીમાંથી સવારે ૭ વાગ્યે ઘરે આવી હતી અને મોડી સાંજ સુધી તે ઘરની બહાર ન નીકળતાં રાતે સવાદસ વાગ્યે ગ્રાઉન્ડ ફ્લોર પર રહેતા કેટલાક લોકોએ તેના ઘરે જઈને પૂછપરછ કરી તો તેની રૂમમાં તે નિશ્ચેતન હાલતમાં પડી હતી. તેને તરત હૉસ્પિટલ લઈ જવાઈ હતી, પણ ડૉક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેનો મૃતદેહ અંતિમ સંસ્કાર માટે પંજાબમાં તેના પરિવારને સોંપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : શુભ મંગલ ઝ્યાદા સાવધાનએ પહેલા દિવસે કર્યું 9.55 કરોડનું કલેક્શન

સૌમ્યાના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતાં સૌમ્યાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને મિકા સિંહે કૅપ્શન આપી હતી, ‘વાહે ગુરુજી કા ખાલસા, વાહે ગુરુજી કી ફતેહ. એ જણાવતાં દુ:ખ થાય છે કે સૌમ્યા સમીનું અકાળે નિધન થયું છે. તે અનેક સુંદર યાદો આપીને ગઈ છે. ખૂબ નાની ઉંમરમાં તેણે આ જગતને અલવિદા કરી છે. ભગવાન તેના આત્માને શાંતિ આપે. તેના પરિવાર અને તેના પતિ પ્રત્યે હું સંવેદના વ્યક્ત કરું છું.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK