Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > મુગ્ધા છાપેકરની રિયલ ઇન્જરીને વણી લેવામાં આવી છે શોની સ્ક્રિપ્ટમાં

મુગ્ધા છાપેકરની રિયલ ઇન્જરીને વણી લેવામાં આવી છે શોની સ્ક્રિપ્ટમાં

21 January, 2020 01:00 PM IST | Mumbai
Harsh Desai | harsh.desai@mid-day.com

મુગ્ધા છાપેકરની રિયલ ઇન્જરીને વણી લેવામાં આવી છે શોની સ્ક્રિપ્ટમાં

મુગ્ધા છાપેકર

મુગ્ધા છાપેકર


ઝી ટીવી પર આવતાં શો ‘કુમકુમ ભાગ્ય’માં પ્રાચીનું પાત્ર ભજવતી મુગ્ધા છાપેકરની રિયલ લાઇફ ઇજાને સ્ક્રિપ્ટમાં વણી લેવામાં આવી છે. છેલ્લાં પાંચ વર્ષથી આ શો દર્શકોને મનોરંજન પૂરું પાડી રહ્યો છે. હાલમાં શોમાં શબિર અહલુવાલિયા એટલે કે અભિને ખબર પડે છે કે પ્રગ્યા એટલે કે શૃતિ ઝા એ પ્રાચીની મમ્મી હોય છે. આ શોની સ્ટોરી લાઇનમાં પ્રાચી અને પ્રગ્યાને એક્સિડન્ટ થાય છે. આ એક્સિડન્ટને લઈને સ્ક્રિપ્ટમાં ટ્વીસ્ટ આપવામાં આવ્યો છે.

mugdha



પ્રાચીને રિયલ લાઇફમાં એક્સિડન્ટને કારણે તેના ડાબા હાથમાં હૅરલાઇન ફ્રેક્ચર થયું છે. આ ઈજાને લઈને શૂટિંગ કરવું મુશ્કેલ હોવાથી શોના મૅકર્સ દ્વારા તેની ઇન્જરીને શોમાં સમાવી લેવામાં આવી છે. સ્ક્રીનપ્લે મુજબ ફક્ત પ્રગ્યાને ઈજા થાય એમ હતું, પરંતુ પ્રાચીનો પણ એમાં સમાવેશ કરી લેવામાં આવ્યું છે. આ વિશે મુગ્ધાએ કહ્યું હતું કે ‘થોડા દિવસ પહેલાં હું એક દૃશ્યનું શૂટિંગ કરી રહી હતી અને હું પડી જાતા મારા શરીરનું બધુ વજન મારા ડાબા હાથ પર આવી ગયું હોવાથી મને હૅરલાઇન ફ્રેક્ચર થઈ ગયું છે. આ સાથે જ મને માથા પર અને ઘૂંટણ પર પડ થોડું વાગ્યું છે.


આ પણ વાંચો : મલ્ટિપલ પર્સનાલિટી ડિસઓર્ડર પર વેબ-શો બનાવશે રવીના ટંડન

જોકે હું હજી પણ શૂટિંગનો પાર્ટ છું. હું શૂટિંગ કરવા માગતી હોવાથી તેમણે સ્ટોરીમાં થોડો બદલાવ કરીને મારી ઇન્જરીનો પણ શોમાં સમાવેશ કરી લીધો છે. આથી તમે થોડા દિવસ જે બેન્ડેજ જોશો એ રિયલ-લાઇફની ઇન્જરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 January, 2020 01:00 PM IST | Mumbai | Harsh Desai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK