Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 83માં કામ કર્યા બાદ મને ક્રિકેટ પ્રત્યે રસ જાગ્યો : પંકજ ત્રિપાઠી

83માં કામ કર્યા બાદ મને ક્રિકેટ પ્રત્યે રસ જાગ્યો : પંકજ ત્રિપાઠી

03 February, 2020 03:01 PM IST | Mumbai
Mohar Basu

83માં કામ કર્યા બાદ મને ક્રિકેટ પ્રત્યે રસ જાગ્યો : પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી


પંકજ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે ‘83’માં કામ કર્યા બાદ તેને ક્રિકેટમાં રસ જાગ્યો છે. આ ફિલ્મમાં તે પીઆર માનસિંહના પાત્રમાં જોવા મળશે. ભારતની ઐતિહાસિક જીત દેખાડતી ‘83’માં કપિલ દેવનું પાત્ર રણવીર સિંહ ભજવી રહ્યો છે. તેમની વાઇફ રોમી દેવની ભૂમિકામાં દીપિકા પાદુકો‌ણ જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ ત્રિપાઠીનું પાત્ર સશક્ત કડીના રૂપમાં દેખાશે. પોતાના પાત્ર માટે પંકજે સખત પરિશ્રમ કર્યો છે. ક્રિકેટ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘આ ફિલ્મનું મેં જ્યાં સુધી શૂટિંગ નહોતું શરૂ કર્યું ત્યાં સુધી હું આ ફિલ્મ પ્રત્યે આકર્ષાયો નહોતો. દરરોજ હું રણવીર સિંહ, શાકિબ સલીમ, તાહિર રાજ ભસીન અને અન્ય કલાકારોને સખત મહેનત કરતા જોતો હતો. તેમને લેજન્ડ્સ દ્વારા ટ્રેઇનિંગ આપવામાં આવતી હતી. મેં જ્યારે ઓરિજિનલ ટીમના પ્લેયર્સ સાથે ચર્ચા કરી તો હું ખૂબ આકર્ષિત થયો હતો.’

આ પણ વાંચો : જોઈ લો કંગના રનોટનો ક્લાસિકલ ડાન્સરનો લુક



આ ફિલ્મમાં કામ કર્યા બાદ તે હવે ક્રિકેટની મૅચ પણ જોવા માંડ્યો છે. એ વિશે જણાવતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘ફિલ્મની સ્ટોરીનો જોશ અને એ ગેમને જોતાં ફિલ્મને ના પાડી શક્યો નહીં. મેં હવે મૅચ જોવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં ભારતને મળેલી જીત પર મને ખૂબ ગર્વ છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 February, 2020 03:01 PM IST | Mumbai | Mohar Basu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK