Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > MeToo પર વિવાદિત સ્ટેટમેન્ટ આપનાર મુકેશ ખન્ના પર ભડક્યા ટ્વીટર યુર્ઝસ

MeToo પર વિવાદિત સ્ટેટમેન્ટ આપનાર મુકેશ ખન્ના પર ભડક્યા ટ્વીટર યુર્ઝસ

31 October, 2020 03:39 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

MeToo પર વિવાદિત સ્ટેટમેન્ટ આપનાર મુકેશ ખન્ના પર ભડક્યા ટ્વીટર યુર્ઝસ

મુકેશ ખન્ના

મુકેશ ખન્ના


બી.આર.ચોપરાની બહુચર્ચિત અને લોકપ્રિય ધાર્મિક ધારાવિહક મ’હાભારત’માં ભિષ્મ પિતામહ અને એક સુપર પાવર બેઝ્ડ ‘શક્તિમાન’થી ઘર ઘરમાં પ્રખ્યાત થનારા મુકેશ ખન્ના (Muksh Khanna) વિવાદોથી ઘેરાઇ ગયા છે. તેમને અને વિવાદને ખાસ સંબંધ છે. ગત થોડા દિવસોમાં મુકેશ ખન્ના તેમનાં વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં છે. અભિનેતાએ ફરી એકવાર વિવાદિત સ્ટેટમેન્ટ આપ્યું છે. તેમણે MeToo મુવમેન્ટ પર કહ્યું કે, આ સમસ્યા સ્ત્રીઓ બહાર નીકળીને કામ કરતી થઇ ત્યારથી શરૂ થઇ છે. હાલમાં જ આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે આરોપ લગાવ્યો છે કે, મહિલાઓ પુરુષોની બરાબરી કરવા ઈચ્છે છે એ તેમની સાથે ખભો મેળવીને ચાલવા ઈચ્છે છે.

તાજેતરમાં મુકેશ ખન્નાનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે. જેમાં તે મહિલાઓ અને MeToo પર વિવાદિત નિવેદન આપે છે. અભિનેતાનો આ વીડિયો થોડો જુનો છે પણ તે હાલમાં ચર્ચાનો વિષય બની ગયો છે. સોશ્યલ મીડિયા પર યૂઝર્સ મુકેશ ખન્નાનાં આ વીડિયોમાં તેમનાં નિવેદન બદલ નારાજગી જાહેર કરી રહ્યાં છે.



વીડિયોમાં ધ ફિલ્મી ચર્ચાને આપેલા ઇન્ટરવ્યૂમાં મુકેશ ખન્નાએ કહ્યું, ‘સ્ત્રીઓની રચના અલગ હોય છે અને પુરુષની રચના અલગ હોય છે. સ્ત્રીઓનું કામ હોય છે ઘર સંભાળવું, જે માફ કરજો હું ક્યારેક ક્યારેક ભૂલી જાઉં છું. પ્રોબ્લેમ ક્યાંથી શરૂ થઇ છે MeTooની જ્યારથી સ્ત્રીઓએ પણ કામ કરવાનું શરૂ કરી દીધું. આજે સ્ત્રીઓ પુરુષો સાથે ખભો મેળવીને વાત કરે છે.  લોકો વૂમન લિવની વાત કરે છે, પણ હું આપને જણાવી દઉ કે, પ્રોબ્લમ અહીંથી જ શરૂ થાય છે. સૌથી પહેલાં જે મેમ્બર યાતના વેઠે છે તે ઘરનું બાળક હોય છે જેને મા નથી મળતી. આયાની સાથે બેસી ક્યોકી સાસ ભી કભી બહૂ... જોતો હોય છે બાળક. તે ત્યારથી શરૂ થયું. આ વચ્ચે શરૂઆત થઇ.. હું પણ એજ કરીશ જે મર્દ કરે છે.. ના પણ મર્દ, મર્દ છે અને ઓરત, ઓરત છે’.



અભિનેતાના આ વાયરલ વીડિયો પર ટ્વીટર યુર્ઝસ ભડકી ગયા છે. એક યુઝરે લખ્યું હતું કે, ‘આ માણસ બીમાર છે. ટૂંકમાં, જો સ્ત્રીઓ કામ માટે બહાર નીકળી જશે, તો પુરુષો તેમના પર જાતીય હુમલો કરવા માટે હકદાર છે? જો મહિલાઓને સલામતી જોઈએ છે, તો તેઓએ ઘરે જ રહેવું જોઈએ’.

અન્ય એક યુઝરે આકરા શબ્દોમાં ટીકા કરતા લખ્યું હતું કે, ‘મુકેશ ખન્ના...મેં એસ.ડી.એમ. તરીકે ફરજ બજાવી હતી. હું ભૂતપૂર્વ આઈ.એ.એસ. અધિકારી રહી ચુકી છું. પહેલા અમારા સ્તરે પહોંચો પછી મૌખિક ઝાડા કરો. શક્તિમાન ખરેખર ભક્તિમાન છે’.

તો એક યુઝરે લખ્યું હતું કે, ‘આ સુપરહીરોને આવું બોલતા જોઈને મને લાગે છે કે, મારું બાળપણ ખરાબ થઈ ગયું’.

જ્યારે એક યુઝરે MeToo માટે મુકેશ ખન્ના જેવી માનસિકતા ધરાવતા લોકોને જવાબદાર ઠેરવ્યા હતા.

આમ મુકેશ ખન્નાએ એક વિવાદિત સ્ટેટમેન્ટ આપીને નવો વિવાદ ઉભો કર્યો છે. આ પહેલા અભિનેતાએ ‘ધ કપિલ શર્મા શો’ અને અભિનેત્રી સોનાક્ષી સિંહા પર પણ વિવાદિત નિવેદનો આપ્યા હતા.

Whatsapp-channel Whatsapp-channel

31 October, 2020 03:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK