ભારતીય સુપરહીરો 'શક્તિમાન' પર ત્રણ ફિલ્મોની સિરીઝ લઈને આવી રહ્યાં છે મુકેશ ખન્ના

Published: 2nd October, 2020 16:18 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

મુકેશ ખન્નાએ કહ્યું, ‘જે પણ બનશે તે ક્રિશ, રા.વનથી પણ ચડિયાતું હશે’

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

90'sના સમયની સુપરહીટ સિરિયલ એટલે 'શક્તિમાન'. શક્તિમાનને ભારતીય સુપરહીરો કહેવામાં આવે છે. દુરદર્શન પર પ્રસારિત થયેલી સિરિયલ 'શક્તિમાન' બહુ જ લોકપ્રિય હતી. હવે આ સિરિયલ પરથી ફિલ્મ બનવા જઈ રહી છે. સિરિયલમાં ગંગાધર ઉર્ફ શક્તિમાનનું પાત્ર ભજવનાર અભિનેતા મુકેશ ખન્ના (Mukesh Khanna)એ આ બાબતની જાહેરાત કરી છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આ બબાતની માહિતી આપી છે. મુકેશ ખન્નાએ શક્તિમાનની સ્ટોરી પર ત્રણ ભાગમાં ફિલ્મ બનાવવાની જાહેરાત કરી છે.

મુકેશ ખન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું છે કે, 'હવે આ વાત દુનિયાને કહેવાને લાયક છે કે, 'શક્તિમાન' ફરી આવી રહ્યો છે. જી હા શક્તિમાનના દોસ્તો, હવે હું સત્તાવાર જાહેરાત કરું છું કે, હું 'શક્તિમાન 2' લઈને આવી રહ્યો છું. એ પણ ટીવી ચેનલ કે ઓટીટી પર નહીં. પરંતુ ત્રણ ફિલ્મોની સિરીઝના રૂપમાં મોટા પડદા પર. વધુ વિગતો ધીમે-ધીમે જણાવીશું. અત્યારે ફક્ત એટલું કહી શકું છું કે, હિમાલય જેવા આ ટાસ્ક માટે મોટા પ્રોડક્શન હાઉસ સાથે હાથ મિલાવ્યા છે. જે પણ બનશે તે ક્રિશ, રા.વનથી પણ ચડિયાતું હશે. અને આ શક્તિમાન માટે ગર્વની વાત છે'.

મુકેશ ખન્નાએ કહ્યું હતું કે, મારા માટે આ સપનું સાચું થઇ રહ્યું હોય તેવું છે. શક્તિમાન પહેલેથી ઇન્ડિયન સુપરહીરો હતો અને હંમેશાં રહેશે. હું પોતે શક્તિમાનને સુપર ટીચર કહું છું. હું ખુશ છું કે અમે એક જોરદાર ધમાકા સાથે કમબેક કરી રહ્યા છીએ. આ એક સદાબહાર સ્ટોરી છે. દરેક દશકામાં, દરેક સદીમાં અંધારું અજવાળાને દબાવવાનો પ્રયત્નો કરે છે, પણ અંતે જીત તો સત્યની જ થાય છે.

આ ટ્રાયોલોજીની પ્રથમ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષે જૂન મહિના પછી શરુ થશે. આ ફિલ્મમાં પહેલાની જેમ જ શક્તિમાનના એડવેન્ચરને દેખાડવામાં આવશે. તેનું ટાઈટલ પણ એ જ રહેશે.

નોંધનીય છે કે, 'શક્તિમાન' સિરિયલ વર્ષ 1997થી વર્ષ 2005 સુધી દૂરદર્શન પર ટેલીકાસ્ટ થઈ હતી. તેનું રિ-ટેલીકાસ્ટ લૉકડાઉન દરમિયાન થયું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK