Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'દિલ બેચારા'ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ સુશાંતે હા પાડી હતી: મુકેશ છાબરા

'દિલ બેચારા'ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ સુશાંતે હા પાડી હતી: મુકેશ છાબરા

04 July, 2020 02:07 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'દિલ બેચારા'ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ સુશાંતે હા પાડી હતી: મુકેશ છાબરા

'દિલ બેચારા'ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ સુશાંતે હા પાડી હતી: મુકેશ છાબરા


કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ જણાવ્યું હતું કે સુશાંત સિંહ રાજપૂતે ‘દિલ બેચારા’ની સ્ક્રિપ્ટ વાંચ્યા વગર જ એ કરવા માટે હામી ભરી હતી. આ ફિલ્મ દ્વારા મુકેશ ડિરેક્શનમાં એન્ટ્રી કરી છે. સુશાંત અને મુકેશ બન્ને ખાસ ફ્રેન્ડ્સ હતા. ફિલ્મ વિશે જણાવતાં મુકેશ છાબરાએ કહ્યું હતું કે ‘સુશાંતને જાણ થઈ હતી કે હું ફિલ્મ ડિરેક્ટ કરવામાં વધુ રસ ધરાવું છું એથી તેણે મને પ્રૉમિસ કર્યું હતું કે તે મારી ફિલ્મમાં જરૂર એક દિવસ કામ કરશે. મેં જ્યારે નક્કી કર્યું કે હું મારી પહેલી ફિલ્મ બનાવવાનો છું તો કોઈ મોટા ઍક્ટર્સને બદલે હું કોઈ એવા ઍક્ટરને લેવા માગતો હતો જે મને સમજી શકે, એક ફ્રેન્ડ તરીકે મારી નજીક હોય, આ આખી જર્ની દરમ્યાન તે મારી સાથે અડીખમ હોય. એ વખતે મને યાદ આવ્યું કે સુશાંતે મને જણાવ્યું હતું કે તે મારી પહેલી ફિલ્મમાં કામ કરશે. એ ફિલ્મમાં તે લીડ રોલમાં હશે અને તેણે પોતાનું પ્રૉમિસ નિભાવ્યું પણ ખરું. એથી મેં જ્યારે તેને ‘દિલ બેચારા’ માટે અપ્રોચ કર્યો ત્યારે તેણે તરત જ હા પાડી દીધી હતી એટલું જ નહીં તેણે તો સ્ક્રિપ્ટ પણ વાંચી નહોતી. અમારી વચ્ચે આવું જ સ્ટ્રૉન્ગ ઇમોશનલ કનેક્શન હતું.’

દરમિયાન, સંજના સાંઘીએ ‘દિલ બેચારા’ના સેટ પર સુશાંત સિંહ રાજપૂત સાથેની મસ્તીને યાદ કરતો એક ફોટો શૅર કર્યો હતો. આ ફોટોમાં તે અને સુશાંત બાઇક પર બેઠાં છે. આ ફિલ્મ સુશાંતની છેલ્લી અને સંજનાની પહેલી ફિલ્મ છે. આ ફિલ્મ ૨૪ જુલાઈએ ઑનલાઇન રિલીઝ કરવામાં આવશે. ફિલ્મના સેટ પર દરરોજ કેવી મસ્તી અને મોજ કરતાં હતાં એ ફોટો ઇન્સ્ટાસ્ટોરી પર શૅર કરીને સંજનાએ એ ફોટો પર કૅપ્શન આપી હતી કે ‘આ ફોટો મેં કદી પણ જોયો નહોતો. એ હંમેશાં યાદોમાં શ્વાસ લેશે અને જીવિત રહેશે. શૂટિંગના એ દિવસોમાં ક્રીએટિવ સંતુષ્ટિ અને સેટ પર ભરપૂર મસ્તી થતી હતી. આ બન્ને મારા કંઈ પણ કહેવા પર મજાક કરતા હતા. આવી મસ્તી તો દરરોજ સેટ પર થતી હતી.’


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2020 02:07 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK