મુગ્ધાએ કર્યો જાહેરમાં તમાશો

Published: 22nd November, 2011 10:00 IST

‘ફૅશન’ અને ‘જેલ’માં તેને બ્રેક આપનારા મધુર ભંડારકર સાથે સ્ટેજ પર જઈ અવૉર્ડ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધોફિલ્મસર્જક મધુર ભંડારકરે પોતાની ‘ફૅશન’ અને ‘જેલ’માં મુગ્ધા ગોડસેને મહત્વના રોલ આપીને તેને બૉલીવુડમાં સારોએવો બ્રેક અપાવ્યો હતો. એ કારણસર જ્યારે મુગ્ધાએ તાજેતરમાં એક અવૉર્ડ-ફંક્શનમાં તેને બ્રેક આપનારા મધુર ભંડારકર સાથે સ્ટેજ પર જઈ અવૉર્ડ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો ત્યારે મોટો તમાશો થયો હતો.

આ મુદ્દે વાત કરતાં કાર્યક્રમમાં હાજર એક વ્યક્તિ કહે છે કે ‘આ પ્રોગ્રામનું આયોજન એક ચૅનલ દ્વારા યશરાજ સ્ટુડિયોમાં કરવામાં આવ્યું હતું. મુગ્ધા અને મધુર સ્ટેજ પર જઈને બેસ્ટ ફીમેલ ડાન્સ સુપરસ્ટારનો અવૉર્ડ આપવાનાં હતાં, પણ મુગ્ધાએ છેલ્લી ઘડીએ સ્ટેજ પર જઈને અવૉર્ડ આપવાની ના પાડી દેતાં સમસ્યા ઊભી થઈ હતી. મુગ્ધા અને મધુર જાહેરમાં તેમના સંબંધો સારા હોવાનો દેખાવ કરીને સાથે ફોટા આપે છે, પણ તેણે સ્ટેજ પર મધુર સાથે જવાની ના પાડી દેતાં છેલ્લી ઘડીએ તેની સાથે સ્ટેજ પર ડિરેક્ટર કેન ઘોષને મોકલાવવામાં આવ્યા હતા. મુગ્ધાના આવા વર્તનને કારણે આયોજકોને પણ ભારે આંચકો લાગ્યો હતો.’

ચર્ચા છે કે મધુરે પોતાની ફિલ્મો દ્વારા મુગ્ધાને બૉલીવુડમાં બ્રેક આપ્યો હોવા છતાં તેના અને મુગ્ધાના સંબંધોમાં કડવાશ છે, કારણ કે મુગ્ધાને લાગે છે કે મધુરે તેની ફિલ્મોમાં તેનો સારી રીતે પ્રચાર નથી કર્યો અને પોતાની ગરજ સરી એટલે તેને તેના હાલ પર રઝળતી છોડી મૂકી છે.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK