Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પાત્રો સાથે સતત એક્સપેરિમેન્ટ્સ કરવાનું ખૂબ જ ગમે છે : તાપસી

પાત્રો સાથે સતત એક્સપેરિમેન્ટ્સ કરવાનું ખૂબ જ ગમે છે : તાપસી

22 November, 2019 12:35 PM IST | Mumbai

પાત્રો સાથે સતત એક્સપેરિમેન્ટ્સ કરવાનું ખૂબ જ ગમે છે : તાપસી

તાપસી પન્નુ

તાપસી પન્નુ


તાપસી પન્નુનું કહેવું છે કે તેને પાત્રો સાથે સતત એક્સપેરિમેન્ટ્સ કરવાનું ખૂબ જ ગમે છે. આ જ કારણ છે કે તેણે હવે સ્ટૅન્ડ-અપ કૉમેડી પણ કરી છે. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ પર આવેલા ‘વન માઇક સ્ટૅન્ડ’માં તાપસીએ સ્ટૅન્ડ-અપ કૉમેડી કરી છે. પાંચ એપિસોડના આ શોમાં દરેક એપિસોડમાં અલગ-અલગ સેલિબ્રિટીએ કામ કર્યું છે. ભુવન બામ, તાપસી પન્નુ, રિચા ચઢ્ઢા, વિશાલ દાદલાણી અને શશી થરૂરે અલગ-અલગ કૉમેડિયન મેન્ટર સાથે મળીને કામ કર્યું છે. તાપસીએ આ શોમાં તેના કૉલેજના મિત્ર અને કૉમેડિયન અંગદ સિંહ રન્યાલ સાથે મળીને કામ કર્યું છે. આ શો કેમ પસંદ કર્યો એ વિશે તાપસીએ કહ્યું હતું કે ‘અંગદ અને હું કૉલેજના મિત્રો છીએ. મને જ્યારે તેની સાથે સ્ટૅન્ડ-અપ કૉમેડી કરવા માટે ફોન કરવામાં આવ્યો ત્યારે એ માટે મેં તરત જ હા પાડી હતી, કારણ કે મને ખબર હતી કે એ એક અલગ એક્સ્પીરિયન્સ હશે. દિલથી હું એક પર્ફોર્મર છું. મને ચૅલેન્જિંગ રોલ ખૂબ જ ગમે છે. હું અલગ-અલગ પાત્રો સાથે એક્સપરિમેન્ટ્સ કરું છું અને એથી જ સ્ટૅન્ડ-અપ કૉમેડી પણ કરવાનો મેં નિર્ણય લીધો હતો. હું પહેલેથી જ સ્ટૅન્ડ-અપ કૉમેડીની ફૅન રહી છું. હું મારા મિત્રો સાથે ઘણી વાર ક્લબમાં એ માટે જતી હતી. સ્ટૅન્ડ-અપ કૉમેડી કરવી મારા માટે મારા બકેટ લિસ્ટમાં એના પર ટ‌િક માર્ક કર્યા બરાબર છે.’

વન માઇક સ્ટૅન્ડની બીજી સીઝનનું પ્લાનિંગ શરૂ?



વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર આવેલી ‘વન માઇક સ્ટૅન્ડ’ની બીજી સીઝનની તૈયારી પૂરજોશમાં ચાલી રહી હોવાની ચર્ચા છે. આ સીઝનને કૉમેડિયન સપન વર્મા દ્વારા ક્રીએટ અને હોસ્ટ કરવામાં આવી હતી. તેણે અલગ-અલગ ફીલ્ડની સેલિબ્રિટીઝને કૉમેડ‌િયન સાથે ભેગી કરી એક નવી જોડી બનાવી હતી. યુટ્યુબર ભુવન બામ અને ઝાકિર હુસેન, તાપસી પન્નુ અને અંગદ સિહ રન્યાલ, રિચા ચઢ્ઢા અને આશિષ શાક્યા, વિશાલ દાદલાણી અને રોહન જોષી તેમ જ શશી થરૂર અને કુણાલ કામરાની જોડીએ દર્શકોને ખૂબ જ મનોરંજન પૂરું પાડ્યું છે. અંદાજે અડધા કલાકના આ પાંચ એપિસોડની સીઝન બાદ એને સફળતા મળી હોવાથી એની બીજી સીઝન પર કામ ચાલી રહ્યું છે એવી માહિતીઓ આવી રહી છે. આ માટે નવી-નવી જોડીઓને પસંદ કરવામાં આવશે. જોકે બીજી સીઝનનો અંતિમ નિર્ણય એની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 12:35 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK