Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > MTVના લવ સ્કૂલ ફેમ મોહિત દુસેજા માટે રાગિની MMS રિટર્ન્સ2 ટર્નિંગ પૉઇંટ

MTVના લવ સ્કૂલ ફેમ મોહિત દુસેજા માટે રાગિની MMS રિટર્ન્સ2 ટર્નિંગ પૉઇંટ

14 October, 2019 11:07 AM IST | અમદાવાદ
પાર્થ દવે

MTVના લવ સ્કૂલ ફેમ મોહિત દુસેજા માટે રાગિની MMS રિટર્ન્સ2 ટર્નિંગ પૉઇંટ

મોહિત દુસેજા

મોહિત દુસેજા


‘રાગિની MMS’ ફ્રૅન્ચાઇઝીની ચોથી આવૃત્તિ એટલે કે ‘રાગિની MMS રિટર્ન્સ 2’ની સ્ટારકાસ્ટનાં નામો બહાર પડી રહ્યાં છે. હૉરર, સસ્પેન્સ, થ્રિલર અને ઇરૉટિકના મસાલાથી ભરપૂર રાગિની MMSની પહેલી ફિલ્મ વર્ષ ૨૦૧૧માં આવી હતી, જેમાં આજનો જાણીતો અભિનેતા રાજકુમાર રાવ મુખ્ય પાત્રમાં હતો. એની સીક્વલ ‘રાગિની MMS 2’ ૨૦૧૪માં આવી. ત્યાર પછી ૨૦૧૭માં ઑનલાઇન પ્લૅટફૉર્મ અલ્ટ બાલાજી પર ‘રાગિની MMS: રિટર્ન’ નામથી સિરીઝ આવી અને આ રિટર્નનો બીજો ભાગ હવે રિલીઝ માટે તૈયાર છે.

‘રાગિની MMS રિટર્ન્સ 2’માં લીડ કૅરૅક્ટર રિયલ-લાઇફ કપલ દિવ્યા અગ્રવાલ અને વરુણ સૂદ છે. એ ઉપરાંત મૂળ તેલુગુ અભિનેતા નવદીપે પણ આ સિરીઝમાં એન્ટ્રી મારી છે. MTVના શો ‘લવ સ્કૂલ’થી ટીનેજર્સમાં જાણીતા થયેલા મોહિત દુસેજા પણ આ વેબ-સિરીઝમાં છે. મોહિતે જણાવ્યું હતું કે ‘મેં પહેલી વાર બાલાજી સાથે કામ કર્યું છે. એકતા કપૂર ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની ક્વીન છે અને તે વેબ-વર્લ્ડમાં આવ્યાં છે અને તેમના નિર્માણ હેઠળ મને કામ કરવાની તક મળી. હું શ્યૉર છું કે આ શો મારી કરીઅર માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થશે. ‘અલ્ટ બાલાજી’ પ્રોડક્શન હેઠળ કામ કર્યા પછી મારા માટે ઘણી તકો ખૂલશે એ નક્કી છે. અમે મુંબઈ તથા આજુબાજુ આ સીઝનનું શૂટિંગ કર્યું છે.



‘રાગિની MMS રિટર્ન્સ 2’ની રિલીઝ ડેટ વિશે પૂછતા મોહિતે જણાવ્યું હતું કે ‘હું ગયા અઠવાડિયે શૂટિંગ પૂરું કરીને દિલ્હી મારા ઘરે આવ્યો છું. સિરીઝનું પોસ્ટ-પ્રોડક્શનનું કામ ચાલી રહ્યું છે. એટલે હજી રિલીઝ-ડેટ નક્કી નથી થઈ.’


Whatsapp-channel Whatsapp-channel

14 October, 2019 11:07 AM IST | અમદાવાદ | પાર્થ દવે

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK