Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > એમટીવી બીટ્સ હ્યુમર, લવ અને મ્યુઝિકની થીમના ત્રણ શો લાવશે

એમટીવી બીટ્સ હ્યુમર, લવ અને મ્યુઝિકની થીમના ત્રણ શો લાવશે

02 June, 2020 10:12 PM IST | Ahmedabad
Mumbai Correspondence

એમટીવી બીટ્સ હ્યુમર, લવ અને મ્યુઝિકની થીમના ત્રણ શો લાવશે

MTVબીટ્સ

MTVબીટ્સ


ભારતની પહેલી મ્યુઝિક-ઑન્લી ચૅનલ એમટીવી બીટ્સ એના મ્યુઝિક પ્રોગ્રામ ઉપરાંત યંગસ્ટર્સને આકર્ષે એવા શો માટે પણ જાણીતું છે. ડીજે નાઇટ, ડેટિંગ કે રીયુનિયન મિસ કરતા યુવાનો માટે તાજેતરમાં ચૅનલે ‘બાબા કી ચૌકી - લૉકડાઉન એડિશન’, ‘એમટીવી બીટ્સ લૉકડાઉન હાઉસ પાર્ટી’ અને ‘પ્યાર કરો ના’ એમ ત્રણ નવા શોની જાહેરાત કરી છે. આ શો અનુક્રમે હ્યુમર, મ્યુઝિક અને વિડિયો ડેટિંગ પર બેઝ્‍‍ડ હશે.

૭ જૂનથી દર શુક્રવારે બપોરે ૧૨ વાગ્યે શરૂ થનારા ‘બાબા કી ચૌકી - લૉકડાઉન એડિશન’માં બાબા ઉર્ફે ડૉ. સંકેત ભોસલે ટ્વિસ્ટ લઈને આવશે અને એમાં ડિજિટલ સ્ટાર્સ અને મ્યુઝિક સેલિબ્રિટીની અજાણી વાતો પણ જાણવા મળશે. ‘પ્યાર કરો ના’માં વર્ચ્યુઅલ ડેટના માધ્યમથી બે અજાણ્યા લોકોની કેમેસ્ટ્રી, લવ ટાસ્ક અને ફ્ન સેગમેન્ટ જોવા મળશે. તો મ્યુઝિક અને ડાન્સના રસિયાઓ માટે ‘એમટીવી બીટ્સ લૉકડાઉન હાઉસ પાર્ટી’ પણ છે જેમાં ડીજે ચેતાઝ તમારા કૅન્સલ થયેલા શનિવારના પ્લાનની ભરપાઈ કરશે અને ડીજે પાર્ટીનો આનંદ તમે ઘેરબેઠાં માણી શકશો!


Whatsapp-channel Whatsapp-channel

02 June, 2020 10:12 PM IST | Ahmedabad | Mumbai Correspondence

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK