Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શાહિદ સાથે જર્સીમાં દેખાશે મૃણાલ ઠાકુર

શાહિદ સાથે જર્સીમાં દેખાશે મૃણાલ ઠાકુર

20 November, 2019 11:29 AM IST | Mumbai

શાહિદ સાથે જર્સીમાં દેખાશે મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુર


‘જર્સી’માં શાહિદ કપૂરની સાથે મૃણાલ ઠાકુર જોવા મળવાની છે. મૃણાલે આ અગાઉ ‘સુપર 30’ અને ‘બાટલા હાઉસ’માં પણ કામ કર્યું હતું. તામિલની હિટ ફિલ્મ ‘જર્સી’ની આ હિન્દી રીમેક છે. આ ફિલ્મને પણ ઓરિજિનલ ફિલ્મનાં ડિરેક્ટર ગૌતમ તીનાનુરી જ ડિરેક્ટ કરશે. શાહિદ સાથે કામ કરવાની તક મળતા પોતાની ખુશી વ્યક્ત કરતા મૃણાલે કહ્યું હતું કે ‘હું શાહિદની સાથે ‘જર્સી’માં લીડ રોલ ભજવવાને લઈને ખૂબ જ એક્સાઇટેડ છું. મેં જ્યારે એની ઓરિજિનલ ફિલ્મ જોઈ તો એની ઇમોશનલ જર્ની જોઈને ખૂબ પ્રભાવિત થઈ હતી. મને એવુ લાગ્યું જાણે કે મેં આખી જીંદગીનો અનુભવ આ બે કલાકની અંદર મેળવી લીધો છે. મારા પર આ ફિલ્મની એટલી તો ઉંડી છાપ પડી હતી કે આખી રાત મારા દિલમાંથી એને બહાર કાઢવુ મારા માટે અશક્ય હતું. આટલુ જ નહીં બીજા દિવસે સવારે ફરીથી મેં આ ફિલ્મ જોઈ હતી. મને જે એક્સપિરીયન્સ મળ્યો એ જ અનુભવ લોકોને હિન્દી ફિલ્મ માટે મળે એને લઈને હું ખૂબ ઉત્સાહિત છું.’
ક્રિકેટ પર આધારિત આ ફિલ્મમાં શાહિદ ક્રિકેટરનું પાત્ર ભજવી રહ્યો છે. તે મિડ-૩૦ની વયે તમામ પડકારોને માત આપીને દેશ માટે ક્રિકેટ રમે છે. આ એક એવી ઉંમર છે જ્યારે ખેલમાંથી રિટાયમેન્ટ લેવાનો સમય આવી જાય છે. આ ફિલ્મ ૨૦૨૦ની ૨૮મી ઑગસ્ટે રિલીઝ થવાની છે. મૃણાલની પ્રશંસા કરતા ગૌતમ તીનાનુરીએ કહ્યું હતું કે ‘શાહિદની આ ફિલ્મમાં એન્ટ્રી થયા બાદ તેની ઑપોઝીટ મારા મનમાં માત્ર ને માત્ર મૃણાલનું નામ હતું. ‘સુપર 30’માં હૃતિક રોશનની ઑપોઝીટ તેનું પર્ફોર્મન્સ અને કૉન્ફિડેન્સ મને ખૂબ ગમ્યુ હતું. એથી મારુ માનવુ છે કે તે ‘જર્સી’માં ફિટ બેસે છે. સાથે જ આ રોલને પણ તે પૂરો ન્યાય આપશે.’


Whatsapp-channel Whatsapp-channel

20 November, 2019 11:29 AM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK