થડામની રીમેકમાં જોવા મળશે મૃણાલ ઠાકુર

Published: Mar 12, 2020, 15:21 IST | Uma RamSubramanyam | Mumbai Desk

2019માં આવેલી તામિલની આ મિસ્ટરી-થ્રિલરમાં સિદ્ધાર્થ ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. તાજેતરમાં જ મેકર્સે મૃણાલ સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી.

મૃણાલ ઠાકર
મૃણાલ ઠાકર

મૃણાલ ઠાકુર ‘થડામ’ની રીમેકમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળવાની છે. ૨૦૧૯માં આવેલી તામિલની આ મિસ્ટરી-થ્રિલરમાં સિદ્ધાર્થ ડબલ રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. તાજેતરમાં જ મેકર્સે મૃણાલ સાથે ફિલ્મ વિશે ચર્ચા કરી હતી. ફિલ્મને લઈને મૃણાલ પણ એક્સાઇટેડ છે. તેણે હાલમાં જ ‘આંખ મિચોલી’નું શૂટિંગ પૂરું કર્યું છે. એથી મે અને જૂનની તારીખો તેણે આ રીમેક માટે ફાળવી આપી છે. આ ફિલ્મમાં મૃણાલ પોલીસ-ઑફિસરના રોલમાં જોવા મળશે. તે ભરપૂર ઍક્શન કરતી જોવા મળશે. ભૂષણ કુમાર અને મુરાદ ખેતાન આ ફિલ્મને પ્રોડ્યુસ કરશે. ફિલ્મને વર્ધન કેતકર ડિરેક્ટ કરશે. ફિલ્મ ૨૦૨૦ના નવેમ્બરમાં રિલીઝ કરવામાં આવશે. તામિલ ફિલ્મ ‘થડામ’ની વાત કરીએ તો ફિલ્મમાં મર્ડરને લઈને પોલીસને ગેરમાર્ગે દોરવામાં આવે છે. એવામાં આરોપીના ડબલ રોલને લઈને ખાસ્સું કન્ફ્યુઝન પણ ઊભું થાય છે. ફિલ્મનો ક્લાઇમૅક્સ અણધાર્યો હોવાથી લોકોને એ ખૂબ ગમી હતી. મૃણાલ હાલમાં શાહિદ કપૂર સાથે ‘જર્સી’ અને ફરહાન અખ્તરની ‘તૂફાન’માં બિઝી છે. મૃણાલના પાત્ર વિશે મુરાદ ખેતાને કહ્યું હતું કે ‘મૃણાલ પોલીસની ભૂમિકામાં જોવા મળશે. તે સિદ્ધાર્થની લવ ઇન્ટરેસ્ટ તરીકે નહીં દેખાય. અમે મેના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરીશું. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ દિલ્હીમાં કરવામાં આવશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK