Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હર્ષવર્ધન બનશે મિસ્ટર ઇન્ડિયા?

હર્ષવર્ધન બનશે મિસ્ટર ઇન્ડિયા?

05 January, 2016 06:19 AM IST |

હર્ષવર્ધન બનશે મિસ્ટર ઇન્ડિયા?

હર્ષવર્ધન બનશે મિસ્ટર ઇન્ડિયા?



anil kapoor


ગૌરવ દુબે

અનિલ કપૂર અને શ્રીદેવીની ૧૯૮૭માં આવેલી ‘મિસ્ટર ઇન્ડિયા’ની સીક્વલ ‘મિસ્ટર ઇન્ડિયા ૨’ બની રહી છે એવી વાતો ચાલી રહી છે અને આ ફિલ્મ માટે અનિલ કપૂરના દીકરા હર્ષવર્ધન કપૂરને પસંદ કરવામાં આવશે. હર્ષવર્ધન રાકેશ ઓમપ્રકાશ મહેરાની ‘મિર્ઝિયા’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે, પરંતુ આ ફિલ્મ બાદ તે તેના કાકા બોની કપૂરના પ્રોડક્શન હાઉસની ફિલ્મ કરતો જોવા મળશે.

ગયા મહિને નવેમ્બર મહિનામાં બોની કપૂરે કહ્યું હતું કે ‘અમે ‘મિસ્ટર ઇન્ડિયા ૨’ બનાવવા માટે તૈયાર છીએ, પરંતુ એ માટે કોઈ સારી સ્ટોરીની રાહ જોઈ રહ્યા છીએ જે દિવસે અમને સારી સ્ટોરી મળી જશે એ દિવસે અમે ફિલ્મ બનાવવા માટે મચી પડીશું.’

બોની કપૂરના જણાવ્યા અનુસાર આ સીક્વલ ફિલ્મ માટે ઍક્ટરોની પસંદગી સ્ક્રિપ્ટ મુજબ કરવામાં આવશે. જોકે એમાં શ્રીદેવી અને અનિલ કપૂર તો હશે એમાં બેમત નથી. આ ફિલ્મના લીડ રોલ માટે અજુર્ન કપૂરને પસંદ કરવામાં આવશે એવી વાતો ચાલી રહી હતી, પરંતુ એની જગ્યાએ હવે હર્ષવર્ધનને લેવામાં આવશે.

આ વિશે બોની કપૂરનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ કમેન્ટ નહોતી કરી, પરંતુ હર્ષવર્ધનની નજીકનાં સૂત્રો મુજબ આ વાતને સાચી જણાવવામાં આવી હતી.


Whatsapp-channel Whatsapp-channel

05 January, 2016 06:19 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK