Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયા બચ્ચનનો કંગના પર હુમલો, કંગનાએ આપ્યો વળતો જવાબ, કહ્યું આ...

જયા બચ્ચનનો કંગના પર હુમલો, કંગનાએ આપ્યો વળતો જવાબ, કહ્યું આ...

15 September, 2020 01:41 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

જયા બચ્ચનનો કંગના પર હુમલો, કંગનાએ આપ્યો વળતો જવાબ, કહ્યું આ...

કંગના રણોત VS જયા બચ્ચન

કંગના રણોત VS જયા બચ્ચન


રાજ્યસભા સાંસદ જયા (Jaya Bachchan) બચ્ચને કંગના (Kangana Ranaut) રણોતનું નામ લીધા વગર તેના પર નિશાન સાધ્યો છે. બચ્ચને કહ્યું કે, "જે લોકોએ ફિલ્મ (Film Industry) ઇન્ડસ્ટ્રીમાંથી નામ કમાવ્યું, તે હવે આને ગટર (Gutter) કહી રહ્યા છે. હું આનાથી બિલ્કુલ સહેમત નથી." તેમણે સરકારને અપીલ કરી કે કે તે આવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરવો. તેમણે એક સમયે એવા લોકો માટે કહ્યું કે, "જે થાળીમાં ખાય છે તેને જ વીંધે છે." જયા (Jaya Bachchan) બચ્ચને કહ્યું કે, "મનોરંજન (Entertainment Industry) ઇન્ડસ્ટ્રી દરરોજ પાંચ (Five Lakh) લાખ લોકોને રોજગાર આપે છે. એવા સમયમાં જ્યારે અર્થવ્યવસ્થા ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે, લોકોનું ધ્યાન હટાવવા માટે અમને (બોલીવુડને) સોશિયલ મીડિયા પર ટારગેટ કરવામાં આવે છે."

કંગનાએ જયાને કહ્યું, થોડી દયા બતાવો
સંસદમાં જયા બચ્ચનના નિવેદન પર કંગનાની પ્રતિક્રિયા આવી ગઈ છે. તેણે એક ટ્વીટમાં કહ્યું, "જયા જી શું તમે ત્યારે પણ એમ જ કહ્યું હોત જો મારી જગ્યાએ તમારી દીકરી શ્વેતાને ટીનએજમાં પીટવામાં આવી હોત, ડ્રગ્સ આપવામાં આવ્યા હોત અને શોષણ થયું હોત. શું તમે ત્યારે પણ એમ જ કહ્યું હોત જો અભિષેકની સતતત બુલીઇંગ અને શોષણની વાતો કરે અને એક દિવસ ફાંસી પર લટકતો મળે? થોડીક દયા અમારા પ્રત્યે પણ બતાવો."




કંગનાએ શું કહ્યું હતું?
26 ઑગસ્ટની સાંજે એક ટ્વીટમાં કંગનાએ વડાપ્રધાનની ઑફિસને ટૅગન કરતાં એક ટ્વીટ કર્યું હતું. તેણે લખ્યું હતું કે, "જો નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો બોલીવુડની તપાસ કરે છે તો પહેલી હરોળના ઘણાં સિતારાઓ જેલની અંદર હશે. જો બ્લડ ટેસ્ટ થયા તો ઘણાં ચોંકાવનારા ખુલાસા થશે. આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી સ્વચ્છ ભારજ મિશન અંતર્ગત બોલીવુડ જેવા ગટરને પણ સાફ કરશે."


સૌથી વધુ ટેક્સ ભરનારા બોલીવુડમાંથી : જયા
વેટરન એક્ટ્રેસે રાજ્યસભામાં કહ્યું કે, "મનોરંજન ઇન્ડસ્ટ્રીમાં કેટલાય એવા લોકો છે જે સૌથી વધારે ટેક્સ ભરે છે. તેમ છતાં તેમને દંડ આપવામાં આવી રહ્યું છે. અમારી ઇન્જસ્ટ્રીને ઘણાંય વાયદાઓ કરવામાં આવે છે પણ પૂરા નથી થતાં." તેમણે કહ્યું કે સરકારે મનોરંજન ઇન્ડસ્ટ્રી સાથે ઊભા રહેવું જોઇએ કારણકે આ ઇન્ડસ્ટ્રી હંમેશાં સરકારની મદદ માટે આગળ આવે છે.

આ પણ વાંચો : જયા બચ્ચને સાધ્યો રવિ કિશન પર નિશાનો, કહ્યું, "જે થાળીમાં ખાઓ છો..."

જે થાળીમાં ખાય છે તેને વીંધે છે.
સમાજવાદી પાર્ટીની સાંસદે કહ્યું કે, "મને લાગે છે કે આ ખૂબ જ મહત્વની વાત છે કે સરકાર આ ઇન્ડસ્ટ્રીનો સાથ આપે, ફક્ત એટલા માટે તેની હત્યા ન કરે કારણકે કેટલાક લોકો (ખરાબ) છે. તમે આખી ઇન્ડસ્ટ્રીની ઇમેજ ખરાબ ન કરી શકો. આ ઇન્ડસ્ટ્રી આંતરરાષ્ટ્રીય સ્તરે તમને સન્માન અપાવે છે." કોઇનું નામ લીધા વગર તેમણે રાજ્યસભા સાંસદ રવિ કિશન પર પણ આમ કહેતાં નિશાનો સાધ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2020 01:41 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK