Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાર જોડી કપડાં સાથે બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ છે મૌની રૉય

ચાર જોડી કપડાં સાથે બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ છે મૌની રૉય

23 May, 2020 09:47 PM IST | Mumbai Desk
Agencies

ચાર જોડી કપડાં સાથે બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ છે મૌની રૉય

મૌની રૉય

મૌની રૉય


મૌની રૉય બે મહિનાથી અબુ ધાબીમાં અટવાઈ ગઈ છે અને તેની પાસે માત્ર ચાર જોડી જ કપડાં છે. દેશ અને દુનિયામાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને કારણે લોકો અટવાઈ ગયા છે. મૌની માર્ચમાં એક મૅગેઝિનના ફોટોશૂટ માટે યુએઈ ગઈ હતી. ત્યાં તે પોતાના ફ્રેન્ડના ઘરે રોકાઈ ગઈ હતી. જોકે લૉકડાઉનને કારણે તે ભારત પાછી આવી શકી નથી. આ વિશે વિસ્તારમાં મૌનીએ કહ્યું હતું કે ‘શૂટ બાદ મેં નક્કી કર્યું હતું કે હું અબુ ધાબીમાં બે અઠવાડિયાં રોકાઈ જાઉં, કેમ કે મારો અન્ય પ્રોજેક્ટ 15 એપ્રિલે શરૂ થવાનો હતો. મેં કદી પણ નહોતું વિચાર્યું કે આખું વિશ્વ બંધ થઈ જશે. હું અહીં માત્ર ચાર જોડી કપડાં લઈને આવી છું.’

વેસ્ટ બંગાળમાં રહેતા પોતાના પરિવારને લઈને ચિંતિત મૌનીએ કહ્યું હતું કે ‘હું દરરોજ તેમની સાથે વાત કરું છું. મને એ વાતની તો નિરાંત છે કે મારો ભાઈ મારી મમ્મીની સાથે છે. મારા કઝિન્સ પણ નજીકમાં જ રહે છે. હું એક તરફ ચિંતા કરી રહી છું તો બીજી તરફ મારા મનને શાંત રાખવાનો પણ પ્રયાસ કરી રહી છું. વિશ્વના લોકો આજે કપરા સમયમાંથી પસાર થઈ રહ્યા છે. એથી એક વાતનો દિલાસો હું પોતાને આપી રહી છું કે ઘરથી દૂર રહીને પણ મારી પાસે સલામત છત અને એક ફૅમિલી છે. જોકે હું હવે ભારત આવવા માટે ખૂબ ઉતાવળી થઈ રહી છું.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2020 09:47 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK