Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > જાણીતી અભિનેત્રી મૂન મૂન સેનનું દીકરી રાયમા સાથે ડિજિટલ-ડેબ્યુ

જાણીતી અભિનેત્રી મૂન મૂન સેનનું દીકરી રાયમા સાથે ડિજિટલ-ડેબ્યુ

22 January, 2020 01:47 PM IST | Ahmedabad

જાણીતી અભિનેત્રી મૂન મૂન સેનનું દીકરી રાયમા સાથે ડિજિટલ-ડેબ્યુ

રાયમા સેન

રાયમા સેન


હિન્દી અને બંગાળી ઉપરાંત તામિલ, તેલુગુ, મરાઠી, મલયાલમ અને કન્નડ ભાષાની ફિલ્મો કરી ચૂકેલી દિગ્ગજ અભિનેત્રી મૂન મૂન સેન ડિજિટલ દુનિયામાં પદાર્પણ કરવા જઈ રહી છે. તે એનઆરઆઇ લાઇફ પ્રોડક્શન્સની વેબ-સિરીઝ ગ્રે સ્ટોરીઝમાં જોવા મળશે.

ગુંજન કુથીઆલા નિર્મિત આ વેબ-સિરીઝના દરેક એપિસોડની વાર્તા જુદી-જુદી હશે, જેમાંના એક એપિસોડમાં મૂન મૂન સેન જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે તે તેની દીકરી રાયમા સેન સાથે સ્ક્રીન શૅર કરશે. મા-દીકરી બન્ને સૅમ એપિસોડમાં જોવા મળવાનાં છે. તેમની વાર્તા કલકત્તામાં આકાર લેશે એટલે એનું શૂટિંગ ત્યાં થશે. હિન્દી અને બંગાળી ફિલ્મો કરી ચૂકેલી રાયમા છેલ્લે
ઝીફાઇવ પર આવેલી વેબ-સિરીઝ પરછાંઈમાં જોવા મળી હતી. ગ્રે સ્ટોરીઝમાં રાયમા અને મૂન મૂન સેન ઉપરાંત હિતેન તેજવાણી, ભાગ્યશ્રી પટવર્ધન, જુગલ હંસરાજ, સમીર સોની, અદિતિ ગોવિત્રીકર, કીકુ શારદા સહિતના કલાકારો છે.


Whatsapp-channel Whatsapp-channel

22 January, 2020 01:47 PM IST | Ahmedabad

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK