ભગવાન જગન્નાથની સાથે સાથે રથયાત્રામાં જોડાયા છે 'મોન્ટુની બિટ્ટુ'

Published: Jul 04, 2019, 14:16 IST | અમદાવાદ

આ વખતે રથયાત્રામાં આપણા મોન્ટુ અને બિટ્ટુ પણ જોડાયા છે. જી હાં, ફિલ્મ મોન્ટુની બિટ્ટુનો એક ટેબ્લો પણ રથયાત્રામાં જોડાયો છે. ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં પહેલીવખત એવું બન્યું છે કે કોઈ ફિલ્મનો ટેબ્લો રથયાત્રામાં મૂકવામાં આવ્યો હોય.

ભગવાન જગન્નાથની 142મી રથયાત્રા યોજાઈ રહી છે. પૂર્વ અમદાવાદ માટે કદાચ આ સૌથી મોટો ઉત્સવ છે. અને પૂર્વ અમદાવાદ એટલે કે પોળના નાગરિકો માટે રથયાત્રા આનંદનો અવસર છે. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ભક્તોને દર્શન આપવા માટે નીકળ્યા છે. ત્યારે રથયાત્રાના રૂટ પર આવતી તમામ પોળ દ્વારા શ્રદ્ધાળુઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. એમાંય ભગવાનના મોસાળ એવા સરસપુરની 18 પોળમાં મહાપ્રસાદ યોજવામાં આવે છે, જ્યાં રથયાત્રામાં જોડાયેલા ભક્તો અને સાધુ સંતો જમે છે.

ત્યારે આ વખતે રથયાત્રામાં આપણા મોન્ટુ અને બિટ્ટુ પણ જોડાયા છે. જી હાં, ફિલ્મ મોન્ટુની બિટ્ટુનો એક ટેબ્લો પણ રથયાત્રામાં જોડાયો છે. ગુજરાતી ફિલ્મોના ઈતિહાસમાં પહેલીવખત એવું બન્યું છે કે કોઈ ફિલ્મનો ટેબ્લો રથયાત્રામાં મૂકવામાં આવ્યો હોય. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'મોન્ટુની બિટ્ટુ'માં પણ અમદાવાદની પોળનું કલ્ચર દર્શાવવામાં આવ્યું છે. આ ફિલ્મમાં પોળમાં રહેતી બિટ્ટુ અને મોન્ટુની કહાની છે. સાથે જ પોળમાં ઉજવાતા તહેવારો, પોળનો માહોલ દર્શાવવામાં આવ્યો છે. એવામાં રથયાત્રામાં મોન્ટુની બિટ્ટુની હાજરી તો બનતી હૈ ના!!

આ સાથે જ ફિલ્મના મેકર્સ દ્વારા એક કોન્ટેસ્ટ પણ શરૂ કરવામાં આવી છે. જે મુજબ જો તમે રથયાત્રા જોવા ગયા છો તો મોન્ટુની બિટ્ટુ ફિલ્મ તરફથી તમે લકી વિનર બની શકો છો. જો તમને પણ રથયાત્રામાં ફિલ્મ મોન્ટુની બિટ્ટુનો રથ કે ટ્રક દેખાય તો તેનો ફોટો પાડો ફેસબુક પર પોસ્ટ કરો અને ફિલ્મના સોશિયલ મીડિયા હેન્ડલ @montunibittuને ટેગ કરો. લકી વિનર્સને ફિલ્મ તરફથી ખાસ ઈનામ આપવામાં આવશે.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

'મોન્ટુની બિટ્ટુ' સાથે આરોહી ફરી પોતાની ડેબ્યુ ટીમ સાથે કામ કરી રહી છે. 'મોન્ટુની બિટ્ટુ'ને વિજયગિરી બાવાએ ડિરેક્ટ કરી છે. તો આરોહી સાથે લીડમાં મૌલિક જગદીશ નાયક અને પ્રેમજી ફેમ મેહુલ સોલંકી છે. સાથે જ આ ફિલ્મમાં હેપ્પી ભાવસાર, હેમાંગ શાહ, કૌશાંબી ભટ્ટ અને કિરણ જોશી પણ દેખાશે. તો આ જ ફિલ્મથી રામાનંદ સાગરની કૃષ્ણલીલા ફૅમ પિંકી પરીખ (રુક્મણિ) પણ લાંબા અરસા બાદ કમબેક કરી રહ્યા છે. આરોહીએ વિજયગિરી બાવાની જ ક્રિટિકલી એક્લેઈમ્ડ ફિલ્મ 'પ્રેમજીઃધ રાઈસ ઓફ વોરિયર'થી ડેબ્યુ કર્યો હતો. આ ફિલ્મ ઓગસ્ટમાં રિલીઝ થઈ રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK