‘યોગ્ય સમયે આપણે સાથે હોઈશું અને પાછા મળીશું’

Published: 7th October, 2020 20:46 IST | Agencies | Mumbai

પપ્પાના મૃત્યુ બાદ ઇમોશનલ બની મોનાલી ઠાકુરે કહ્યું

‘યોગ્ય સમયે આપણે સાથે હોઈશું અને પાછા મળીશું’
‘યોગ્ય સમયે આપણે સાથે હોઈશું અને પાછા મળીશું’

સિંગર મોનાલી ઠાકુરના પપ્પા સિંગર-ઍક્ટર શક્તિ ઠાકુરનું હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ થતાં તે ખૂબ જ ઇમોશનલ બની ગઈ હતી. તેમની ઉંમર ૭૩ વર્ષની હતી અને તેમને સિરિયસ હાર્ટ-અટૅક આવ્યો હતો. તેના પપ્પાના મૃત્યુ સમયે મોનાલી સ્વિટ્ઝરલૅન્ડમાં હતી. તેના પપ્પા સાથેના કેટલાક ફોટો શૅર કરીને મોનાલીએ ઇમોશનલ નોટ પણ શૅર કરી હતી. તેના પપ્પાનું મૃત્યુ રવિવારે થયું હતું. ફોટો શૅર કરીને શોનાલીએ નોટમાં લખ્યું હતું, ‘મારા પપ્પા મારે માટે બધું હતા. હું આજે જે છું એ મારા પપ્પાને કારણે છું. તેઓ મારા સૌથી મોટા ક્રિટિક હતા. તેઓ મારા ચિયરલીડર અને મારા ટીચર પણ હતા. મારા માથા પર તેમનો હાથ સદા રહેતો હતો. મારા બાબા અમને ફિઝિકલી છોડીને જતા રહ્યા છે. મેં તેમના જેટલા દયાળુ અને વિન્રમ માણસ લાઇફમાં ક્યારેય નથી જોયા. તેમને દરેક વસ્તુ આવડતી હતી એવું નથી, પરંતુ તેઓ ઘણી બાબતોમાં કુશળ હતા. તેમની માનવતા મને લાઇફમાં હંમેશાં સરપ્રાઇઝ કરતી આવી છે. તેમનું મગજ ખૂબ જ અદ્ભુત હતું. મેં મારા પિતાને કારણે સપનાં જોવાનું શરૂ કર્યું હતું. તેઓ જે રીતે તેમના મૅજિક અને ટૅલન્ટ દ્વારા મ્યુઝિકને લોકો સુધી પહોંચાડતા હતા એ ખૂબ જ અદ્ભુત હતું. પપ્પા, હું લાઇફમાં જેકાંઈ કરીશ એનાથી તમને પ્રાઉડ ફીલ કરાવીશ. હું તમારા સ્ટેપને હંમેશાં ફૉલો કરીશ અને હંમેશાં પ્રેમ જ ફેલાવીશ. તમે મને લાઇફમાં જે પ્રેમ આપ્યો છે એને માટે હું તમારી આભારી રહીશ. તમે મને જે પ્રેમ આપ્યો છે એવો પ્રેમ મને કોઈ નહીં આપી શકે એની મને ખબર છે. તમે જે રીતે અમને છોડીને ગયા એમાં પણ તમે અમને કોઈ તકલીફ ન આપી. તમે એક રાજાની જેમ ગયા. હું તમને ખૂબ પ્રેમ કરું છું બાબા, તમે મારા એન્જલ છો અને એથી જ તમે મારી આસપાસ હો એવું હું ફીલ કરું છું, કારણ કે તમે મને દરેક નેગેટિવ બાબતોથી બચાવી છે. મને સમજુ બનાવી છે. હું તમને હવે વધુ ફીલ કરી શકું છું. છોટુ તમારા માટે વધુ સ્ટ્રૉન્ગ બનશે. હું તમને પ્રણામ કરું છું. મારી પ્રાર્થનાનો સ્વીકાર કરીને તમને વધુ સફર ન કરવું પડે એવી હું ભગવાન પાસે વિનંતી કરી રહી છું. તમે ખૂબ જ શાંતિપૂર્વક ગયા, કારણ કે ઉપરવાળા પણ સુંદર વ્યક્તિની કાળજી લેતા હોય છે. મારા પપ્પા, તમે સાજા રહેજો. યોગ્ય સમયે તમારી છોટુ પણ તમારી સાથે હશે. આપણે પાછા મળીશું. તમને ખૂબ જ પ્રેમ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK