Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Mona Singh Wedding Ceremony: બ્રાઇડલ અવતારમાં મોના સિંહનો લૂક....

Mona Singh Wedding Ceremony: બ્રાઇડલ અવતારમાં મોના સિંહનો લૂક....

27 December, 2019 06:21 PM IST | Mumbai Desk

Mona Singh Wedding Ceremony: બ્રાઇડલ અવતારમાં મોના સિંહનો લૂક....

Mona Singh Wedding Ceremony: બ્રાઇડલ અવતારમાં મોના સિંહનો લૂક....


ફિલ્મ એક્ટ્રેસ મોના સિંહના ઑનસ્ક્રીન ભાઈ ગૌરવ ગેરાએ મહંદી સેરેમનીથી મોનાની તસવીરો અને વીડિયોઝ શૅર કર્યા પછી આજે દુલ્હનના અંદાજમાં ખૂબ જ સુંદર દેખાઇ રહી છે. આ વખતે બધી જ તસવીરો અને વીડિયો ગૌરવ ગેરાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી શૅર કરવામાં આવ્યા છે. ટીવી અને બોલીવુડ અભિનેત્રી મોના સિંહ "જસ્સી જૈસી કોઇ નહીં" સીરિયલ દ્વારા લોકપ્રિય થઈ હતી.

 
 
 
View this post on Instagram

Mona ki Mehndi ? #monakishadi

A post shared by Gaurav gera (@gauravgera) onDec 26, 2019 at 12:27am PST




હવે તે એક ઇન્વેસ્ટમેન્ટ બેંકર સાથે લગ્નગાંઠે બંધાઇ ગઈ છે. મોના સિંહે પોતાના અંગત જીવનને હંમેશાં લાઇમલાઇટથી દૂર રાખી છે, આ માટે તેમના ભવ્ય લગ્ન વિશે વધારે માહિતી મળી શકી નથી. જો કે, ચર્ચા એ છે કે તેા લગ્ન ગુરુદ્વારામાં થઈ રહી છે. મોનાના ઑનસ્ક્રીન ભાઈ ગૌરવ ગેરાએ મહેંદી સેરેમનીથી મોનાની તસવીરો અને વીડિયોના ઘણાં સેટ શૅર કર્યા હતા, તેમાં તે ગુલાબી ડ્રેસમાં ખૂબ જ સુંદર દેખાતી હતી અને ફૂલોથી સજેલી હતી.


હવે મોનાના લગ્નની પહેલી તસવીર વાયરલ થઈ રહી છે. આમાં તે દુલ્હનના લૂકમાં જોઈ શકાય છે. કેટલાક સમય પહેલા મોનાની દુલ્હનના લૂકમાં તસવીરો જોવા મળી હતી. તસવીરમાં મોના દુલ્હનના વેશમાં જોવા મળી હતી અને તે ખૂબ જ સુંદર દેખાતી હતી. જો કે, તેનો ચહેરો દેખાતો નથી કારણકે ગૌરવે જે તસવીરો ક્લિક કરી છે તે પાછળથી ખેંચેલી છે. જો કે, હજી પણ બઘાંને તેના લગ્નની તસવીરોની આશા છે, લોકો તના લગ્નની તસવીરોની રાહ જોઈ રહ્યા છે અને બધાં ગૌરવના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર વિશ્વાસ કરી રહ્યા છે, જે બધાને તેના લગ્નની બધી જ માહિતી આપી રહ્યો છે.

આ પણ વાંચો : ઉર્વશી ઉપાધ્યાયઃ ઓનસ્ક્રીન સાડીમાં દેખાતા અભિનેત્રીનો આવો છે ઓફસ્ક્રીન અંદાજ

મોના સિંહ આ પહેલા વેબ સીરીઝ એમ.ઓ.એમ. - મિશન ઓવર માર્સમાં જોવા મળી હતી. તેમણે આ વિશે મુંબઇ મિરરને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું, "મારા શૉના નિર્માતા ખુશ હતા અને તેમણે પોતાનો શેડ્યૂલ વધારી દીધો, મારા બધાં સીન્સની શૂટિંગ એક સાથે કરી, જેથી હું મારા લગ્ન માટે તૈયારી કરી શકું. તેમણે આ 25 દિવસોમાં પૂરું કર્યું અને 14 ડિસેમ્બર સેટ પર મારો છેલ્લો દિવસ હતો." વર્કફ્રન્ટની વાત કરીએ તો મોના સિંહ ટૂંક સમયમાં જ ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'માં દેખાશે. આ ફિલ્મમાં તેના સિવાય કરીના કપૂર ખાન, અને આમિર ખાનની મુખ્ય ભૂમિકા હશે.

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 06:21 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK