ભૌકાલમાં મોહિતે પહેર્યા છે, નવનિત સિકૈરાના રીઅલ કોસ્ચ્યુમ

Published: Mar 26, 2020, 18:40 IST | Rashmin Shah | Rajkot

ઉત્તરપ્રદેશમાં તહેલકા મચાવી દેનારા આઇપીએસ ઓફિસર નવનિત સિકૈરાની લાઇફ પરથી બનેલી વેબ સિરીઝ અત્યાર ઇન્ડિયાની ટોપ ફાઇવમાં કાઉન્ટ થાય છે

મોહિત રૈના
મોહિત રૈના

એમએક્સ પ્લેયર પર રીલિઝ થયેલી વેબસિરીઝ ‘ભૌકાલ’માં ઉત્તર પ્રદેશના આઇપીએસ ઓફિસર નવનિત સિકૈરાની લાઇફનું એક ચેપ્ટર લેવામાં આવ્યું છે. મુઝફ્ફરનગરમાં ચાલી રહેલાં ગેંગવૉરને ખતમ કરવા માટે નવનિત સિકૈરાની ૨૦૦૩માં મુઝફ્ફરનગર મૂકવામાં આવ્યા અને સિકૈરાએ માત્ર આઠ મહિનામાં મુઝફ્ફરનગરની સિકલ બદલી નાખી હતી. વેબ સિરીઝમાં નવનિત સિકૈરાનું કૅરેક્ટર મોહિત રૈનાએ કર્યુ છે.

જૂજ લોકોને ખબર છે કે મોહિતે આ કૅરેક્ટર કરતાં પહેલાં નવનિત સિકૈરાની સાથે રહેવાનું પસંદ કર્યુ હતું, જેથી તેમની બોડી લૅન્ગવેજનો પ્રોપર સ્ટડી થઈ શકે. એક વીક સાથે રહ્યા પછી મોહિતે સામેથી જ નવનિત સિકૈરાની પાસે તેમની પોલીસ ડિપાટર્મેન્ટની વર્દી માગી હતી. સિકૈરાએ વર્દી તો આપી પણ સાથોસાથ તેણે મોહિતને બુલેટપ્રૂફ જેકેટ પણ આપ્યું હતું. જે બુલેટપ્રૂફ જેકેટથી નવનિત સિકૈરાની લાઇફ ઓલમોસ્ટ સાતેક વખત બચી હતી.

‘ભૌકાલ’માં મોહિત સૂરી જે વર્દી અને બુલેટપ્રૂફ જેકેટમાં દેખાય છે એ નવનિત સિકૈરાના જ છે અને તેણે આખી વેબ સિરીઝમાં એ જ પહેર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK