Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ધ્રુવ જેવું બનવું શું કામ ગમે છે મોહિત મલિકને?

ધ્રુવ જેવું બનવું શું કામ ગમે છે મોહિત મલિકને?

09 September, 2020 07:03 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ધ્રુવ જેવું બનવું શું કામ ગમે છે મોહિત મલિકને?

મોહિત મલિક

મોહિત મલિક


સ્ટાર પ્લસના શો ‘લૉકડાઉન કી લવસ્ટોરી’માં ધ્રુવ પ્રયાગરાજનું લીડ કૅરૅક્ટર કરતા સ્ટાર મોહિત મલિકની ઇચ્છા છે કે તે આવતા સમયમાં ધ્રુવ જેવો સ્વભાવ ડેવલપ કરે. મોહિત કહે છે, ‘અમારા બન્ને વચ્ચે એક જ વાત કૉમન છે, મ્યુઝિક. આ સિવાય અમારી વચ્ચે બહુ ડિફરન્સ છે, પણ હું કહીશ કે મને મોહિતની સરખામણીએ ધ્રુવ વધારે ગમે છે. હું ધ્રુવ જેવો બનવાની કોશિશ કરું છું અને મને ખાતરી છે કે હું વહેલી તકે મારો સ્વભાવ ધ્રુવ જેવો કરીશ પણ ખરો.’

‘લૉકડાઉન કી લવસ્ટોરી’ યુપી બેઝ્‍ડ શો છે. શોમાં ધ્રુવ બૅન્કર છે અને લૉકડાઉન વચ્ચે તેની ઓળખાણ શહેરમાં આવેલી સના સાથે થાય છે. મોહિત કહે છે, ‘ધ્રુવની વાત કરવાની રીત જે પ્રકારની છે એ મને ગમે છે. ધ્રુવ જે રીતે કૅર કરે છે એ વાત મને ગમે છે અને ધ્રુવ શાંત-સૌમ્ય છે, પણ સાથોસાથ તેનામાં ઝનૂન પણ છે. મને એવું બનવું ખરેખર બહુ ગમે. તમે માનશો, મેં ઑલરેડી ધ્રુવ જેવા બનવાનું રિયલ લાઇફમાં શરૂ પણ કરી દીધું છે.’


Whatsapp-channel Whatsapp-channel

09 September, 2020 07:03 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK