Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Big Brother First Look: આઇપીએસ ઑફિસરની ભૂમિકામાં દેખાયો અરબાઝ

Big Brother First Look: આઇપીએસ ઑફિસરની ભૂમિકામાં દેખાયો અરબાઝ

10 December, 2019 02:05 PM IST | Mumbai Desk

Big Brother First Look: આઇપીએસ ઑફિસરની ભૂમિકામાં દેખાયો અરબાઝ

Big Brother First Look: આઇપીએસ ઑફિસરની ભૂમિકામાં દેખાયો અરબાઝ


મલયાલમ સુપર સ્ટાર મોહનલાલની ફિલ્મ 'બિગબ્રધર'નું પોસ્ટર રિલીઝ થઈ ગયું છે. આ પોસ્ટરમાં હિન્દી સિનેમાના એક્ટર, ડાયરેક્ટર અને પ્રૉડ્યૂસર અરબાઝ ખાન પણ દેખાઇ રહ્યા છે. મોહનલાલે પોતાની ફિલ્મના કેટલાય પોસ્ટર રિલીઝ કર્યા છે, જેમાં તેના ઘણાં લૂક દેખાઇ રહ્યા છે. તેમાંથી જ એક પોસ્ટરમાં તે અરબાઝ ખાન સાથે પણ દેખાય છે. આ પોસ્ટરમાં અરબાઝ ઘણાં સીરીયસ લૂકમાં દેખાય છે. તો ફિલ્મમાં તે આઇપીએસ વેદાંતમની ભૂમિકામાં દેખાશે.

પોસ્ટરને એક્ટર મોહનલાલે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શૅર કર્યું છે. પોસ્ટરમાં અરબાઝ બ્લેક ડ્રેસમાં નાના વાળમાં ખૂબ જ સરસ દેખાય છે. પોસ્ટરની સાથે જ અરબાઝના પાત્રનો પણ પરિચય કરાવવામાં આવ્યો છે. પોસ્ટર શૅર કરતાં મોહનલાલે લખ્યું, "બિગ બ્રધર કેરેક્ટર પોસ્ટર-1"




જણાવીએ કે ફિલ્મનું શૂટિંગ તાજેતરમાં જ બૅંગલોરમાં શરૂ થયું છે. આ ફિલ્મમાં મોહનલાલ અને અરબાઝ સિવાય અનૂપ મેનન, વિષ્ણુ ઉન્નીકૃષ્ણનન અને સર્જાનો ખાલિદ પણ મુખ્ય ભૂમિકામાં છે. પોસ્ટર સિવાય ફિલ્મનું એક મોશન પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં એ બતાવવામાં આવ્યું છે કે આ એક્શન થ્રિલર ફિલ્મ 2 ડિસેબરના રિલીઝ થશે. મોશન પોસ્ટરમાં પણ મોહનલાલ જ દેખાય છે. તે કેમેરા તરફ ખૂબ જ ઇન્ટેન્સ લૂક સાથે જોઇ રહ્યો છે. તેના પછી સ્ક્રીન પક લખાઇને આવે છે કે, "તે તૈયાર છે."


આ પણ વાંચો : આ સુંદર તસવીરોના લીધે ચર્ચામાં છે એક્ટ્રેસ ડાયના પેન્ટી, જુઓ તસવીરો

જણાવીએ કે આ ફિલ્મમાં મોહનલાલ અનૂપ અને ખાલિદ ભાઇનું પાત્ર ભજવી રહ્યા છે. તો અરબાઝ ખાન ઑફિસરની ભૂમિકામાં છે. ફિલ્મને ડાયરેક્ટ અને રાઇટ કરવાનું કામ સિદ્દીકીએ કર્યું છે. મોહનલાલ અને સિદ્દીકીની એક સાથે આ ત્રીજી ફિલ્મ છે. આ પહેલા તે વિયતનામ કૉલોની (1992) અને લેડીઝ એન્ડ જેન્ટસમેન (2013)માં એક સાથે કામ કરી ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

10 December, 2019 02:05 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK