Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > અ સિમ્પલ મર્ડર જેવું કૅરૅક્ટર મેં આજ દિન સુધી કદી પણ નથી ભજવ્યું: ઝીશાન

અ સિમ્પલ મર્ડર જેવું કૅરૅક્ટર મેં આજ દિન સુધી કદી પણ નથી ભજવ્યું: ઝીશાન

21 November, 2020 06:42 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અ સિમ્પલ મર્ડર જેવું કૅરૅક્ટર મેં આજ દિન સુધી કદી પણ નથી ભજવ્યું: ઝીશાન

ઝીશાન અયૂબ

ઝીશાન અયૂબ


મોહમ્મદ ઝીશાન અયૂબનું કહેવું છે કે તેની વેબ-સિરીઝ ‘અ સિમ્પલ મર્ડર’નું પાત્ર તેણે આ અગાઉ કદી પણ નહોતું ભજવ્યું. એના દ્વારા તેને નવા ઇમોશન્સ એક્સપ્લોર કરવાની તક મળી હતી. આ પ્રોસેસને તેણે ખૂબ એન્જૉય પણ કરી હતી. આ શો ગઈ કાલે સોની લિવ પર રિલીઝ થયો હતો. શોમાં તેણે મનીષનું પાત્ર ભજવ્યું છે. એના વિશે ઝીશાને કહ્યું હતું કે ‘મનીષનું પાત્ર ભજવવું મારા માટે ખરેખર નવું અને એક્સાઇટિંગ હતું. તેનામાં આત્મવિશ્વાસ ઓછો હોય છે, જે પોતાની જર્ની દરમ્યાન સતત આત્મસન્માન અને રિસ્પેક્ટની ચાહત રાખતો હોય છે. આ કૅરૅક્ટરે મને કંઈક નવું, અલગ ભજવવાની તક આપી છે જે મેં આ અગાઉ કદી પણ નથી ભજવ્યું. એને ભજવવામાં મને ખૂબ મજા પડી હતી. આ શોને કેવો પ્રતિસાદ મળે છે એ જાણવા માટે અમે ઉત્સાહિત છીએ અને કંઈક બેસ્ટ મળશે એવી આશા રાખીએ છીએ.’

આ શોમાં જોવા મળનાર સુશાંત સિંહે કહ્યું હતું કે ‘હું હંમેશાં એવાં કૅરૅક્ટર ભજવવામાં માનું છું કે જે કંઈ બોધપાઠ આપે, જે પારંપરિક પ્રથાને તોડે અને મારી અંદરના ઍક્ટરને એક્સપ્લોર કરે. ‘અ સિમ્પલ મર્ડર’ દિલોના તારને છેડી જશે. એની સ્ક્ર‌િપ્ટ ખૂબ ઝડપથી આગળ વધે છે કે જેમાં કૅરૅક્ટરનું હ્યુમર પણ લોકોને જોવા મળશે. શો દ્વારા મને અદ્ભુત કલાકારો સાથે કામ કરવાની તક મળી અને હું ચોક્કસ કહીશ કે એ અનુભવ અવર્ણનીય રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2020 06:42 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK