કેટરીના કૈફ સાથે રિલેશનને લઈ મોહમ્મદ કૈફે કર્યો ખુલાસો, કર્યું ટ્વિટ

મુંબઈ | Jun 05, 2019, 17:45 IST

સલમાન ખાનની આ ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે. ફિલ્મ અને મેચની ટક્કરની સાથે સાથે અહીં એક બીજું કનેક્શન પણ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર અને ભારતની હિરોઈન વચ્ચે મુલાકાત થઈ છે.

કેટરીના કૈફ સાથે રિલેશનને લઈ મોહમ્મદ કૈફે કર્યો ખુલાસો, કર્યું ટ્વિટ

આજે ઈદ છે. સાથે સાથે બોલીવુડ એક્ટર સલમાન ખાન અને ઈન્ડિયાના ક્રિકેટ ફેન્સ માટે પણ મોટો દિવસ છે. એક તરફ ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની સાઉથ આફ્રિકા સામે મેચ ચાલી રહી છે, બીજી તરફ સલમાન ખાનની ફિલ્મ ભારત પણ રિલીઝ થઈ ચૂકી છે. સલમાન ખાનની આ ફિલ્મમાં કેટરીના કૈફ લીડ રોલમાં છે. ફિલ્મ અને મેચની ટક્કરની સાથે સાથે અહીં એક બીજું કનેક્શન પણ છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર અને ભારતની હિરોઈન વચ્ચે મુલાકાત થઈ છે.

જી હાં, ટીમ ઈન્ડિયાના પૂર્વ ખેલાડી મોહમ્મદ કૈફે એક ટ્વિટ કર્યું છે, જેનું કનેક્શન કેટરીના કૈફ સાથે છે. મોહમ્મદ કૈફે કેટરીના કૈફ અંગે એક ટ્વિટ કર્યું છે. હંમેશા કેટરીના કૈફ અને મોહમ્મદ કૈફની સરખી સરનેમને કારણે બંને સગાસબંધી હોવાની ચર્ચા ચાલતી રહે છે. આ કન્ફ્યુઝન વચ્ચે મોહમ્મદ કૈફે એક ટ્વિટ કરીને ખુલાસો કર્યો છે.

તાજેતરમાં જ એક કાર્યક્રમમાં મોહમ્મદ કૈફ અને કેટરીના કૈફની મુલાકાત થઈ હતી. કેટરીના કૈફ સાથે મુલાકાત બાદ મોહમ્મદ કૈફે ટ્વિટર પર એક ફોટો શૅર કર્યો અને સાથે એક કેપ્શન પણ આપ્યું. આ ફોટોમાં બંને કૈફ એકદમ ખુશમિજાજ દેખાઈ રહ્યા છે. મોહમ્મદ કૈફે ફોટો શૅર કરીને કહ્યું,'આખરે બંને કૈફ વચ્ચે મુલાકાત થઈ ગઈ. પહેલા સ્પષ્ટ કરી ચૂક્યા છે કે હજી સુધી કોઈ સંબંધ નથી, માણસાઈ સિવાય.'

આ પણ વાંચોઃ Bharat Movie Review:ફિલ્મ જોઈને તમે એકવાર તો ઉભા થઈ જ જશો

ઉલ્લેખનીય છે કે ICC ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની પહેલી મેચ સાઉથ આફ્રિકા સામે ચાલી રહી છે. તો કેટરીના કૈફની ફિલ્મ ભારત પણ આજના જ દિવસે રિલીજ થઈ છે. ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. કેટરીનાની ફિલ્મ ભારત લાંબા સમયથી ચર્ચામાં હતી. જેનું કારણ ક્રિકેટ વર્લ્ડ કપ પણ છે. કહેવાઈ રહ્યું છે કે ફિલ્મ ભારતની કમાણી પર વર્લ્ડ કપની મેચની અસર પણ પડી શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK