ચીનના રિયાલિટી શૉમાં ગુંજ્યું ફિલ્મ મોહબ્બતેંનું ગીત, અમિતાભ બચ્ચને કહ્યું...

Published: Jul 11, 2019, 14:59 IST | ચીન

ચીનમાં બોલીવુડની ફિલ્મોની લોકપ્રિયતા વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડની ફિલ્મો ચીનમાં જોરશોરથી રિલીઝ થઈ રહી છે.

ચીનમાં બોલીવુડની ફિલ્મોની લોકપ્રિયતા વધી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોથી બોલીવુડની ફિલ્મો ચીનમાં જોરશોરથી રિલીઝ થઈ રહી છે. એમાંય આમિર ખાનની ફિલ્મ દંગલ અને સલમાન ખાનની ફિલ્મ બજરંગી ભાઈજાને ચીનમાં સફળતાના ઝંડા ફરકાવ્યા છે. બસ ત્યારથી જ બોલીવુડની ફિલ્મો ચીનમાં લોકપ્રિય બની છે. તો હવે ચીનના લોકો પર બોલીવુડના ગીતોનો ખુમાર પણ ચડ્યો છે. ચીનના ફેન્સ પણ બોલીવુડના ગીતો ગુનગુનાવતા જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક ચાઈનિઝ યુવતી ફિલ્મ મોહબ્બતેંનું ગીત 'આંખે ખુલી હો યા હો બંધ' ગાઈ રહી છે. આ વીડિયો ચીનના કોઈ ટેલિવિઝન રિયાલિટી શૉનો છે. જેમાં એક યુવતી સ્ટેજ પર આવીને બોલીવુડની શાહરુખ ખાન, અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા રાય સ્ટારર ફિલ્મ મોહબ્બતેંનું ગીત 'આંખે ખુલી હો યા હો બંધ' ગાવાનું શરૂ કરે છે. આ યુવતી જેવું હિન્દી ગીત ગાવાનું શરૂ કરે છે કે તરત જ જજ પણ આશ્ચર્ય ચકિત થઈ જાય છે. વીડિયોના અંતે સેટ પર હાજર પ્રેક્ષકો પણ તાળીઓનો ગડગડાટ મચાવી રહ્યા છે.

અહીં જુઓ વીડિયો

આ વીડિયો જોઈને અમિતાભ બચ્ચને પણ રિએક્ટ કર્યું છે. ચીની યુવતીના અવાજમાં પોતાની ફિલ્મ મોહબ્બતેનું ગીત સાંભળ્યા બાદ અમિતાભ બચ્ચેને આ વીડિયો રિટ્વટ કર્યો છે. જેની સાથે તેમણે લખ્યું છે, 'શાબાશ.'

આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

ઉલ્લેખનીય છે કે ફિલ્મ મોહબ્બતે 2000ની સાલમાં રિલીઝ થઈ હતી. જેમાં અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, ઐશ્વર્યા રાય, જિમી શેરગીલ, ઉદય ચોપરા, જુગલ હંસરાજ, કિમ શર્મા, પ્રિતી જાંગિયાની લીડ રોલમાં હતા. ફિલ્મનું આ ગીત આંખે ખુલી હો યા હો બંધ તે સમયે ખૂબ જ લોકપ્રિય થયું હતું. આ ગીતને ફિલ્મ માટે લતા મંગેશકર, ઉદિત નારાયણ, સોનાલી, મનોહર, પ્રિયા, ઉદ્ભવ, ઈશાન અને શ્વેતાએ ગાયું છે. તો ગીતનું મ્યુઝિક જતીન-લલિતે આપ્યું છે. જ્યારે આ ગીતના શબ્દો આનંદ બક્ષીએ લખ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK