પૂનમ પાંડેએ બૉયફ્રેન્ડ સેમ બોમ્બે સાથે કરી લીધા લગ્ન, જુઓ તસવીરો

Updated: Sep 11, 2020, 13:15 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પૂનમ અને સેમ ઘણા લાંબા સમયથી રિલેશનશીપમાં હતા, લગ્નની તસવીરો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ છે

પૂનમ પાંડે સેમ બોમ્બે સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)
પૂનમ પાંડે સેમ બોમ્બે સાથે (તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ)

પોતાની બોલ્ડ તસવીરોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી મૉડેલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે (Poonam Pandey)એ બૉયફ્રેન્ડ સેમ બોમ્બે (Sam Bombay) સાથે લગ્ન કરી લીધા છે. જેની તસવીરો સોશ્યલ મીડિયા પર બહુ જ વાયરલ થઈ છે. ફૅન્સ પૂનમના લગ્નના સમાચાર સાંભળીને ખુશખુશાલ થઈ ગયા છે અને મોડેલને શુભેચ્છાના સંદેશાઓ પણ મોકલાવી રહ્યાં છે.

પૂનમ પાંડેએ સોશ્યલ મીડિયા પર લગ્નનાં જોડામાં પતિ સેમ બોમ્બે સાથેની તસવીર શૅર કરી છે અને કૅપ્શનમાં લખ્યું છે કે, 'હું આવતા સાત જન્મો સુધી તારી રહેવા માંગુ છું.'

 
 
 
View this post on Instagram

Here’s looking forward to seven lifetimes with you.

A post shared by Poonam Pandey (@ipoonampandey) onSep 10, 2020 at 7:33am PDT

લગ્નની વિધિની એક તસવીર પણ મૉડેલે સોશ્યલ મીડિયા પર શૅર કરી છે.

 
 
 
View this post on Instagram

❤️

A post shared by Poonam Pandey (@ipoonampandey) onSep 10, 2020 at 9:58pm PDT

પૂનમ પાંડે લગ્નના પાંરપારિક જોડામાં સુંદર લાગી રહી છે. પૂનમે બ્લુ અને પીંક રંગના કોમ્બિનેશન વાળો લહેંગો પહેર્યો છે. તો તેના ફિયાન્સે સેમ બોમ્બેએ પણ મેચિંગ બ્લુ રંગની શેરવાની પહેરી છે.

ફક્ત મૉડેલ જ નહીં પણ તેના પતિ સેમ બોમ્બેએ પણ સોશ્યલ મીડિયા પર તસવીરો શૅર કરી છે. તસવીર જોઈને લાગે છે કે, તે મહેંદી સેરેમનીની છે. જેમા બન્ને પાર્ટીના મૂડમાં નજરે પડે છે. આ તસવીરમાં પૂનમે પીળા રંગનો ડ્રેસ પર્હેયો છે અને પોતાની મહેંદી સહુને દેખાડી રહી છે. સાથે જ સેમે કૅપ્શનમાં લખ્યું છે કે, 'મિસ્ટર એન્ડ મિસિસ બોમ્બે.'

 
 
 
View this post on Instagram

Mr & Mrs Bombay

A post shared by Sam Bombay (@sambombay) onSep 10, 2020 at 7:48am PDT

સેમ બોમ્બેએ લગ્નની તસવીર પોસ્ટ કરતા લખ્યું છે કે, 'કાયમની શરૂઆત.'

 
 
 
View this post on Instagram

The beginning of forever.

A post shared by Sam Bombay (@sambombay) onSep 10, 2020 at 10:36pm PDT

તમને જણાવી દઈએ કે, પૂનમ પાંડેએ વર્ષ 2013માં ફિલ્મ 'નશા'થી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તેણે હિન્દી ફિલ્મ ઉપરાંત તેલુગુ અને કન્નડ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. આ સિવાય પૂનમ પાંડેનું સોશ્યલ મીડિયા ફૅન ફોલોઈંગ બહુ મોટું છે. તે સતત પોતાની બોલ્ડ તસવીરો શૅર કરતી રહે છે અને તેની આ હોટ અને બોલ્ડ તસવીરોના અનેક લોકો દિવાના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK