Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિથુન ચક્રવર્તી અમેરિકામાં કરાવે છે પોતાના પીઠના દુ:ખાવાની સારવાર

મિથુન ચક્રવર્તી અમેરિકામાં કરાવે છે પોતાના પીઠના દુ:ખાવાની સારવાર

09 January, 2019 02:30 PM IST |

મિથુન ચક્રવર્તી અમેરિકામાં કરાવે છે પોતાના પીઠના દુ:ખાવાની સારવાર

મિથુન ચક્રવર્તી બૉલીવુડના ડિસ્કો ડાન્સરને ફરી થયો પીઠનો દુખાવો

મિથુન ચક્રવર્તી બૉલીવુડના ડિસ્કો ડાન્સરને ફરી થયો પીઠનો દુખાવો


બૉલીવુડના ઓરિજીનલ ડિસ્કો ડાન્સર મિથુન ચક્રવર્તીને ગત સપ્તાહે અમેરિકાના લૉસ એંજેલિસમાં આવેલા એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેમના પીઠના દુખાવાની તકલીફ ફરી ઉદ્ભવી છે. જાણકારી મુજબ તેમની અવસ્થામાં પહેલા કરતાં હાલ ઘણો સુધારો છે.

અમેરિકાની હોસ્પિટલમાં દાખલ મિથુન ચક્રવર્તીને અસહ્ય વેદના બાદ સારવાર માટે જવું પડ્યું. જાણકારી મુજબ હોસ્પિટલમાં તેમનો પુત્ર મહાક્ષય અને પુત્રવધુ મદલસા હાજર છે. ડૉક્ટરો તેમની અવસ્થા પર ધ્યાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં આવેલી સલમાન ખાન સ્ટારર ફિલ્મ 'લકી'માં મિથુનને હેલીકૉપ્ટરમાંથી કૂદકો મારતાં એક એક્શન સીન કરવાનો હતો અને તે દરમિયાન જ તેમની પીઠમાં ઈજા થઈ ગઈ હતી.



આ પણ વાંચો : નીતૂ સિંહે અજાણતાં જ કરી દીધી ઋષિ કપૂરની બીમારીની વાત, ફરી શરૂ થઈ કેન્સરની ચર્ચા


તેના પછીથી જ તેમને ઘણી વાર પીઠનો દુખાવો થતો રહ્યો છે. લાંબા સમયથી તેઓ ફિલ્મોથી દૂર રહ્યા અને કૉમેડી ટીવી શૉઝમાં જજનું કામ પણ વચ્ચે છોડી દીધું હતું. મિથુન દાને ડૉક્ટરોએ આરામ કરવાની જ સલાહ આપી હતી અને આ કારણે તેઓ ઘણા વખતથી ઉટીમાં રહેતા હતા. અમેરિકામાં પણ બે વર્ષથી તેમની સારવાર ચાલી રહી છે. આ વર્ષે તેઓ અમેરિકાથી પાછા આવ્યા પણ ત્યાર બાદ પણ મિથુન દાની પહેલા જેવી ગતિવિધિઓ જાળવી શક્યા નહોતા અને તે દરમિયાન જ તેમણે રાજ્યસભાની સભ્યતામાંથી પણ પણ રાજીનામુ આપી દીધું. મિથુન ચક્રવર્તીને રામગોપાલ વર્માની એક ફિલ્મમાં કામ કરવાનું છે જ્યારે વિવેક અગ્નિહોત્રીની તાશ્કંદ ફાઈલ્સમાં પણ તેમની મુખ્ય ભૂમિકા છે.


Whatsapp-channel Whatsapp-channel

09 January, 2019 02:30 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK