15 ઑગસ્ટે બોક્સ ઑફિસ પર ત્રણ મોટી ફિલ્મોની થશે ટક્કર

મુંબઈ | Jul 05, 2019, 19:54 IST

15 ઑગસ્ટે બોલીવુડની ત્રણ મોટી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. જેમાં પ્રભાસની સાહો, અક્ષયની મિશન મંગલ અને જોનની બાટલા હાઉસનો સમાવેશ થાય છે.

15 ઑગસ્ટે બોક્સ ઑફિસ પર ત્રણ મોટી ફિલ્મોની થશે ટક્કર
15 ઑગસ્ટે બોક્સ ઑફિસ પર ત્રણ મોટી ફિલ્મોની થશે ટક્કર

આ 15 ઑગસ્ટે બોક્સ ઑફિસ પર મહાસંગ્રામ થવા જઈ રહ્યો છે. ત્રણ મોટી ફિલ્મો આ દિવસે રિલીઝ થઈ રહી છે. જેમાં પ્રભાસની સાહો, અક્ષયની મિશન મંગલ અને જોનની બાટલા હાઉસનો સમાવેશ થાય છે. અત્યાર સુધીની સ્થિતિ અનુસાર તેમની ટક્કરન નિશ્ચિત છે.

અક્ષયે હાલમાં જ મિશન મંગલનો ફર્સ્ટ લૂક શેર કર્યો અને 15 ઑગસ્ટે તેને રીલિઝ કરવાનું એલાન કર્યું. ફિલ્મને જગન શક્તિએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ ભારતના મંગળ ગ્રહ પર પહેલું યાન મોકલવાની કહાની છે. અક્ષયની સાથે ફિલ્મમાં શર્મન જોશી અને વિદ્યા બાલન, તાપસી પન્નૂ, સોનાક્ષી પણ છે.


તો જૉનનની બાટલા હાઉસ દિલ્હીમાં 2008માં થયેલા એક એન્કાઉન્ટર પર આધારિત છે. ફિલ્મનું નિર્માણ જૉને ભૂષણ કુમાર અને નિખિલ આડવાણી સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં મૃણાલ ઠાકુર પણ લીડમાં છે.


સાહોની વાત કરીએ તો આ ફિલ્મમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂર જેવા મોટા સ્ટાર્સ છે. ફિલ્મના નિર્માતાઓએ ખુલાસો કર્યો છે કે સાહોના નિર્માણમાં 300 કરોડ રૂપિયાનો ખર્ચો થયો છે. સુજીતે ફિલ્મનું લેખન અને નિર્દેશન કર્યું છે. ફિલ્મ હિન્દી અને તામિલમાં એક સાથે શૂટ થઈ છે.

આ પણ વાંચોઃ પ્રભાસની સાહોમાં જોવા મળશે જેક્લિન, મચાવશે ધમાલ

જોવાનું એ રહેશે કે આ ટક્કર કોને ફળે છે અને કોને નડે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK