Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મિશન મંગલે રચ્યો ઈતિહાસ, તોડ્યો સલમાનની ફિલ્મનો આ રેકોર્ડ

મિશન મંગલે રચ્યો ઈતિહાસ, તોડ્યો સલમાનની ફિલ્મનો આ રેકોર્ડ

13 September, 2019 12:37 PM IST | મુંબઈ

મિશન મંગલે રચ્યો ઈતિહાસ, તોડ્યો સલમાનની ફિલ્મનો આ રેકોર્ડ

મિશન મંગલે રચ્યો ઈતિહાસ, તોડ્યો સલમાનની ફિલ્મનો આ રેકોર્ડ

મિશન મંગલે રચ્યો ઈતિહાસ, તોડ્યો સલમાનની ફિલ્મનો આ રેકોર્ડ


મિશન મંગલની 200 કરોડની ક્લબમાં એન્ટ્રી થઈ ગઈ છે. અક્ષય કુમારની આ પહેલી ફિલ્મ છે જેણે 200 કરોડની કમાણી કરી હોય. આ આંકડા સુધી પહોંચતા મિશન મંગલને 4 અઠવાડિયાનો સમય લાગ્યો છે.

ગુરૂવારે મિશન મંગલે 63 લાખની કમાણી કરી. આ સાથે જ તેનું નેટ કલેક્શન 200.16 કરોડ રૂપિયા થઈ ગયું છે. ફિલ્મના ચોથા અઠવાડિયામાં મિશન મંગલે 7 કરોડ 2 લાખનું કલેક્શન કર્યું. ચોથા શુક્રવારે ફિલ્મે 73 લાખ રૂપિયા, શનિવારે 1.40 કરોડ રૂપિયા અને રવિવારે 2.10 કરોડ રૂપિયા, સોમવારે 61 લાખ રૂપિયા, મંગળવારે 1.01 કરોડ રૂપિયા અને બુધવારે 54 લાખની કમાણી કરી હતી.




મિશન મંગલ સ્વતંત્રતા દિવસે રિલીઝ થનારી ફિલ્મોમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ચુકી છે. અત્યાર સુધી આ રેકોર્ડ એક થા ટાઈગરના નામે હતું. જેણે 199 કરોડનું કલેક્શન કર્યું હતું.


આ પણ જુઓઃ Mitra Gadhvi: છેલ્લો દિવસ ફેમ આ અભિનેતાને કરવી છે પડકારજનક ભૂમિકાઓ

મિશન મંગલે 50 કરોડના મહત્વનો પડાવ રિલીઝના 3 દિવસોમાં જ પાર કરી લીધો છ, જ્યારે 100 કરોડનો પડાવ પાર કરવામાં 5 દિવસ લાગ્યા. વર્ષ 2019માં 200 કરોડની ક્લબમાં એન્ટ્રી લેનારી મિશન મંગલ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મને 29 દિવસ લાગ્યા છે. આ મુકાબ કબીર સિંહે 13 દિવસોમાં, ભારતે 14માં જ્યારે ઉરીએ 28 દિવસોમાં મેળવ્યો.


Whatsapp-channel Whatsapp-channel

13 September, 2019 12:37 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK