મિશન મંગલ પહેલા દિવસે બોક્સ ઓફિસ પર કરી શકે છે આટલા કરોડની કમાણી

Published: Aug 14, 2019, 14:50 IST | મુંબઈ

એક તો હમણાં જ ચંદ્રયાન લોન્ચ થયું છે, જેન કારણે માહોલ પણ બનેલો છે. વળી 15 ઓગસ્ટ-રક્ષાબંધનની રજાની સાથે સાથે ફિલ્મને ચાર દિવસનો વીક એન્ડ મળી રહ્યો છે. એટલે પહેલા જ દિવસે અક્ષયકુમારની આ ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કરે તેવી શક્યતા છે.

અક્ષયકુમારની અપકમિંગ ફિલ્મ મિશન મંગલ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે. પહેલા મંગલયાનને અંતરિક્ષમાં સફળતાપૂર્વક મોકલવાની સ્ટોરીને લઈ દર્શકોની સાથે સાથે ટ્રેડમાં પણ લોકો ઉત્સુક્ત છે. એક તો હમણાં જ ચંદ્રયાન લોન્ચ થયું છે, જેન કારણે માહોલ પણ બનેલો છે. વળી 15 ઓગસ્ટ-રક્ષાબંધનની રજાની સાથે સાથે ફિલ્મને ચાર દિવસનો વીક એન્ડ મળી રહ્યો છે. એટલે પહેલા જ દિવસે અક્ષયકુમારની આ ફિલ્મ ધમાકેદાર ઓપનિંગ કરે તેવી શક્યતા છે.

જગન શક્તિ ડિરેક્ટેડ આ ફિલ્મમાં અક્ષયકુમારની સાથે સાથે વિદ્યા બાલન, સોનાક્ષી સિંહા, તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, નિત્યા મેનન અને શર્મન જોશી લીડ રોલમાં છે. ટ્રેડના નિષ્ણાતોને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે. ખાસ કરીને ફિલ્મમાં ઈસરોની સફળતાની વાત છે, અને ફિલ્મ 15 ઓગસ્ટે રિલીઝ થવાની છે, ત્યારે આશા વધારે છે. નિષ્ણાતોનું માનવું છે કે મિશન મંગલ પહેલા જ દિવસે 25થી 30 કરોડની કમાણી કરી શકે છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ પણ મોટા પ્રમાણમાં થઈ ચૂક્યુ છે. આ પહેલા સ્વતંત્રતા દિવસે રિલીઝ થયેલી અક્ષયકુમારની ફિલ્મો સારુ કલેક્શન કરતી આવી છે. 2018માં આવેલી ગોલ્ડને પહેલા દિવસે 25.25 કરોડનું શાનદાર ઓપનિંગ મળ્યું હતું. આ અક્ષયકુમારનું કરિયરનું સર્વશ્રેષ્ઠ ઓપનિંગ છે.

આ પહેલા 2017માં 11 ઓગસ્ટે આવેલી ટોઈલેટ એક પ્રેમ કથાએ પહેલા દિવસે 13 કરોડની કમામી કરી હતી. તો 2016માં 12 ઓગસ્ટે રુસ્તમ રિલીઝ થઈ હતી, જેને 14 કરોડનું ઓપનિંગ મળ્યું હતું. ત્યારે 15 ઓગસ્ટની રજા, દેશભક્તિનું વાતાવરણ અને લોંગ વીક એન્ડ ફિલ્મની કમાણી વધારી શકે છે.

આ પણ વાંચોઃ Nadia Himani:ક્રિમિનલ લૉયર બનવા ઈચ્છતા હતા સાવજ એક પ્રેમગર્જનાની 'મોંઘી'

ખાસ વાત એ છે કે મિશન મંગળ ઈસરોના 50 વર્ષ પૂરા થવાના અવસરે રિલીઝ થઈ રહી છે. ઈસરોની સ્થાપના 1969માં 15 ઓગસ્ટના રોજ થઈ હતી. ઈસરોમાં શૂટિંગની પરવાનગી ન મળતા ફિલ્મના કેટલાક દ્રશ્યો માટે મુંબઈના ફિલ્મસિટીમાં સેટ તૈયાર કરાયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK