રાજસ્થાનની સુમન રાવ બની મિસ ઇન્ડિયા 2019

Published: Jun 17, 2019, 11:13 IST | મુંબઈ

૫૬મી ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૯નો નિર્ણય આવી ચૂક્યો છે. રાજસ્થાનની સુમન રાવે આ ખિતાબ જીતી લીધો છે.

સુમન રાવ
સુમન રાવ

૫૬મી ફેમિના મિસ ઇન્ડિયા ૨૦૧૯નો નિર્ણય આવી ચૂક્યો છે. રાજસ્થાનની સુમન રાવે આ ખિતાબ જીતી લીધો છે. ૨૨ વર્ષની સુમને અનુકૃત વાસ બાદ હવે આ ખિતાબ જીતી લીધો છે. સુમન ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની તૈયારી કરી રહી હતી. સુમને આ ખિતાબ જીતીને પોતાનું સપનું સાચું કર્યું છે. સુમનનું કહેવું છે કે તે જિંદગીમાં એવી ચીજો કરવાની પણ હિંમત રાખે છે જેને લોકો અનિશ્ચિત માને છે.

સુમન જીવનમાં પોતાનાં માતા-પિતાથી ખૂબ જ પ્રભાવિત છે. મિસ ઇન્ડિયા ૨૦૧૯નો ખિતાબ જીતનારી સુમનનું કહેવું છે કે તેને માટે આ સૌથી મોટી ઉપલબ્ધિ છે. ઉલ્લેખનીય છે કે ૨૦૧૯માં મિસ ઇન્ડિયાનો ખિતાબ જીતનારી સુમન ૨૦૧૮માં તાજ ચૂકી ગઈ હતી. ગયા વર્ષે તે પ્રથમ રનરઅપ રહી હતી.

આ પણ વાંચો : એક સ્ટાર તરીકે પોતાને સિક્યૉર નથી માનતી: તાપસી

ફેમિના મિસ ઇન્ડિયાની જીત બાદ હવે સુમનનું આગામી ધ્યેય મિસ વર્લ્ડ ઇવેન્ટ હશે. સુમન આ રેસમાં ભારત તરફથી ભાગ લેશે. સુમન ઉપરાંત કેટલાંક બીજાં નામ આ ઇવેન્ટમાં ચર્ચામાં રહ્યાં. તેલંગણની સંજના વીજ ફર્સ્ટ રનરઅપ રહી. બિહારની શ્રેયા શંકરે મિસ ઇન્ડિયા યુનાઇટેડ કૉન્ટિનેન્ટ ૨૦૧૯નો ખિતાબ જીત્યો હતો. છત્તીસગઢની શિવાની જાધવ મિસ ગ્રૅન્ડ ઇન્ડિયા ૨૦૧૯નો ખિતાબ જીતી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK