યુપીના રહેવાસીઓને તક મળી મિર્ઝાપુરના રાજાને પસંદ કરવાની

Published: 20th October, 2020 13:40 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

લગભગ બે વર્ષના સમયગાળા બાદ ‘મિર્ઝાપુર’ની બીજી સીઝન 23 ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે

મિર્ઝાપુર’ની બીજી સીઝન 23 ઑક્ટોબરે રિલીઝ થશે
મિર્ઝાપુર’ની બીજી સીઝન 23 ઑક્ટોબરે રિલીઝ થશે

ઍમેઝૉન પ્રાઇમ વિડિયો દ્વારા ઉત્તર પ્રદેશના રહેવાસીઓને ‘મિર્ઝાપુર’ના રાજાને પસંદ કરવાની તક આપી છે. લગભગ બે વર્ષના સમયગાળા બાદ ‘મિર્ઝાપુર’ની બીજી સીઝન 23 ઑક્ટોબરે રિલીઝ થઈ રહી છે. એક્સેલ એન્ટરટેઇનમેન્ટના પ્રોડક્શન હેઠળ બનેલા આ શોના પ્રમોશનના ભાગરૂપે ઉત્તર પ્રદેશના બનારસ, આગરા, ગાઝિયાબાદ, બરેલી, પ્રયાગરાજ, મેરઠ, લખનઉ અને કાનપુરમાં આ શોનાં લીડ પાત્રોના કટઆઉટ લગાવવામાં આવ્યાં છે. કાલીન ભૈયા એટલે કે પંકજ ત્રિપાઠી, ગુડ્ડુ પંડિત એટલે કે અલી ફઝલ અને મુન્ના ભૈયા એટલે કે દિવ્યેન્દુનાં પોસ્ટર લગાવવામાં આવ્યાં છે. આ પોસ્ટર પર એક કોડ લગાવવામાં આવ્યો છે જેને સ્કૅન કરીને ઉત્તર પ્રદેશના લોકો તેમના ફેવરિટ પાત્રને ‘મિર્ઝાપુર’ના રાજા બનાવવા માટે પસંદ કરી શકશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK