આવું છે શાહિદ કપૂરના બાળકોન ઝૈન અને મિશાનું બોન્ડિંગ

મુંબઈ | Jun 05, 2019, 20:24 IST

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બી ટાઉનની કૂલેસ્ટ મોમ છે. ફરી એકવાર મીરા રાજપૂતે સાબિત કર્યું છે કે તે કૂલ મધર છે. મીરા રાજપૂતે તાજેતરમાં જ પોતાની 3 વર્ષની પુત્રી મિશાના વાળને કલર કરાવ્યો હતો.

આવું છે શાહિદ કપૂરના બાળકોન ઝૈન અને મિશાનું બોન્ડિંગ
Image Courtesy : Mira Kapoor Instagram

શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂત બી ટાઉનની કૂલેસ્ટ મોમ છે. ફરી એકવાર મીરા રાજપૂતે સાબિત કર્યું છે કે તે કૂલ મધર છે. મીરા રાજપૂતે તાજેતરમાં જ પોતાની 3 વર્ષની પુત્રી મિશાના વાળને કલર કરાવ્યો હતો. જો કે પાછળથી તેણે ખુલાસો કર્યો કે આ કલર ટેમ્પરરી હતો. હવે બુધવારે ઈદના દિવસે મીરાએ પોતાના બંને બાળકો મિશા અને ઝૈન કપૂરના ફોટોઝ શ2ર કર્યા છે. ફોટોઝની સાથે શાહિદ કપૂરની પત્ની મીરા કપૂરે લખ્યું છે કે કેવી રીતે તેના બંને બાળકો એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે.

મીરા રાજપૂતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લખ્યું છે.

1. Z: "Oh cool can I play with that flower"
2. M: "Ya let me help you hold it"
3. M: "MOM HE JUST PINCHED ME"Isn't this awwdorable?

 
 
 
View this post on Instagram

1. Z: “Oh cool can I play with that flower” 2. M: “Ya let me help you hold it” 3. M: “MOM HE JUST PINCHED ME”

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) onJun 4, 2019 at 9:17pm PDT

કેટલાક દિવસો પહેલા મીરા અને શાહિદ કપૂર ઝૈન અને મિશાને લઈ ફુકેટ આઈલેન્ડ પર પહોંચ્યા હતા. પોતાના વેકેશનની ઝલક દર્શાવતા ફોટોઝ મીરા કપૂરે શૅર કર્યા હતા. જેમાં શાહિદ કપૂર અને મીરા બંને બાળકોને સાઈકલિંગ પર લઈને નીકળ્યા હતા. આ ફોટોઝમાં શાહિદ અને મીરાની સાઈકલ પાછળ મિશા અને ઝૈન બેઠા હતા. મીરાએ આ ફોટો સાથે લખ્યું હતું.'Monkey on my back'

 
 
 
View this post on Instagram

Monkey on my back 🐒

A post shared by Mira Rajput Kapoor (@mira.kapoor) onMay 23, 2019 at 8:57pm PDT

આ ક્યુટ ફેમિલી એક્ટિવિટી દરમિયાન મીરા અને મિશાએ વેકેશનમાં ટ્વિનીંગ પણ કર્યું હતું. મીરા રાજપૂતે સાબિત કર્યું છે કે પોતાની પુત્રી સાથે ટ્વિનિંગ કરો એના જેવું બેસ્ટ ટ્વિનિંગ એક પણ નથી. માતા પુત્રીની જોડીએ બ્લુ અને વ્હાઈટ સ્ટ્રીપ્ડ ડ્રેસ પહેર્યો હતો.

શાહિદ કપૂરની વાત કરીએ તાજેતરમાં જ સિંગાપોરના મેડમ તુસાડ મ્યુઝિયમમાં તેનું વેક્સ સ્ટેચ્યુ મૂકાયુ છે. તેની અપકમિંગ ફિલ્મ કબીર સિંહ પણ 21 જૂને રિલીઝ થઈ રહી છે. સંદીપ રેડ્ડી વાંગાએ ડિરેક્ટ કરેલી આ ફિલ્મમાં શાહિદ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચોઃ દિશા પટણીનો આવો છે હોટ અંદાજ, જુઓ ફોટોઝ

ઉલ્લેખનીય છે કે શાહિદ કપૂર અને મીરા રાજપૂતે 6 જુલાઈ 2015ના રોજ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તેઓ બોલીવુડના સૌથી વધુ ચર્ચામાં રહેનાર કપલ હતા. શાહિદ અને મીરાને મિશા અને ઝૈન એમ બે બાળકો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK